તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • The Bhaskar Group Honored Womens Hockey Team Rewarded With An Incentive Of Rs 26 Lakh

ચક દે ગર્લ્સને ભાસ્કરની સલામ:ભાસ્કર ગ્રુપે મહિલા હોકી ટીમનું સન્માન કર્યું, તેમને 26 લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું

ગાઝિયાબાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ચોથા સ્થાન પર રહી હતી. 41 વર્ષમાં પહેલીવાર ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે તો મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી પરંતુ મહિલા હોકી ટીમે પોતાની મહેનત, કુશળતા અને અંતિમ સેકન્ડ સુધી લડત આપવાની ભાવનાથી PM મોદી સહિત દેશનું દિલ જીત્યું હતું.

ભાસ્કર ગ્રુપે પ્રશંસનીય પ્રદર્શન દાખવીને દેશનું ગૌરવ વધારનાર દીકરીઓનું સન્માન કર્યું હતું. ભાસ્કર ગ્રુપના ડેપ્યુટી MD પવન અગ્રવાલે રવિવારે NCRના ગાઝિયાબાદ સ્થિત CISF કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં મહિલા ટીમને 26 લાખ રૂપિયા આપી પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું અને ભવિષ્યમાં સારું પ્રદર્શન દાખવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ઈન્ડિયન મહિલા હોકી ટીમ અને આયરલેન્ડ મહિલા ટીમની તસવીર
ઈન્ડિયન મહિલા હોકી ટીમ અને આયરલેન્ડ મહિલા ટીમની તસવીર

આયરલેન્ડ વિરૂદ્ધની મેચ મહત્ત્વપૂર્ણ હતી
મહિલા ટીમની ખેલાડીએ ભાસ્કર સાથે વાતચીત દરમિયાન પોતાની ઓલિમ્પિક સફર અંગે ઘણી રસપ્રદ વાતચીત કરી હતી. ખેલાડીઓએ કહ્યું હતું કે દરેકને એમ જ લાગે છે કે ઓસ્ટ્રેલિયા સામેની મેચ મહત્ત્વપૂર્ણ હતી પરંતુ એની પહેલા આયરલેન્ડ સામે રમાયેલી મેચ ટીમ માટે મહત્ત્વપૂર્ણ હતી. આ મેચ ટીમ માટે કરો અથવા મરો જેવી હતી અને તેમાં જીત મેળવીને ટીમ નોકઆઉટ રાઉન્ડ પહોંચી હતી.

મોટા પ્રમાણમાં છોકરીઓ આ ગેમ તરફ આકર્ષિત થશે
કેપ્ટન રાની સહિત તમામ ખેલાડીઓએ જણાવ્યું હતું કે તેમને આશા છે કે તેમના પ્રદર્શનથી દેશની છોકરીઓ મોટી સંખ્યામાં રમત તરફ વળશે. રાનીએ કહ્યું કે દેશવાસીઓ ટીમની મેચ જોવા માટે સવારે 6 વાગ્યે ઉઠે છે. મેડલ ન જીતવા છતાં, તે દેશમાં પરત ફરતી વખતે જે પ્રકારનો પ્રેમ અને ટેકો મળ્યો તેનાથી વધુ સારા પરિણામો મેળવવાનો પ્રયત્ન કરશે.

અન્ય સમાચારો પણ છે...