• Gujarati News
  • Sports
  • The Algorithm Gives An Accurate Signal Of Up To 70% Of The Stress Before Players Get Injured.

મેદાન પર મશીન:અલ્ગોરિધમથી ખેલાડીઓ ઇજાગ્રસ્ત થાય તે પહેલાં તણાવના 70% સુધી સચોટ સંકેત મળશે

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મારફતે પ્રતિસ્પર્ધાત્મક લાભ

રમત દરમિયાન ખેલાડીઓને થતી ઇજા તેઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી શકે છે. પરંતુ, તકનિકી વિકાસથી ખેલાડીઓના ઇજાગ્રસ્ત થવાનું પૂર્વાનુમાન લગાડી શકાય છે. જોન 7 નામની કેલિફોર્નિયાની એક કંપની છે જે પોતાના અલ્ગોરિધમનો ઉપયોગ કરીને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ખેલાડીઓને ઇજાગ્રસ્ત થવાનું અનુમાન લગાડે છે

. મશહૂર હોલિવૂડ અભિનેતા બ્રેડ પિટની 2011માં આવેલી ફિલ્મ ‘મનીબોલ’માં પણ આ તકનિકનો ઉપયોગ દર્શાવાયો છે. કેટલાક સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને રમતના વિશ્વમાં પ્રતિસ્પર્ધાત્મક લાભને કારણે પસંદ કરાય છે. તેનો વિશ્વ પ્રસિદ્વ બાસ્કેટબોલ સ્પર્ધા NBA તેમજ ફૂટબોલની પ્રીમિયર લીગમાં પણ ઉપયોગ થઇ રહ્યો છે. તેનો પ્રયોગ વિશ્વની 50થી વધુ ટીમ કરી રહી છે. ખેલાડીના દૈનિક અભ્યાસ અને મેચ દરમિયાન તેઓના શારીરિક ડેટાનું આકલન કરાય છે.

કોઇપણ પ્રકારની ઇજાના સંકેત થવા પર તરત જ ટીમ મેનેજમેન્ટને સ્ટ્રેસના સંકેતો આપવામાં આવે છે, જેથી કરીને ઇજાના જોખમને ઘટાડી શકાય. કંપનીનો દાવો છે કે, તે આકલન કરાયેલા ડેટાના આધારે અલ્ગોરિધમનો ઉપયોગ કરીને સાત દિવસ પહેલા જ 70% ઇજા વિશે યોગ્ય જાણકારી આપી શકે છે. અલ્ગોરિધમે સૌથી સટિક જાણકારી હેમસ્ટ્રિગમાં થનારી 18% ઇજાઓ વિશે આપી છે. ખેલાડીને ક્યાં સમયે ઇજા થવાની સંભાવના વધુ છે.

લિવરપૂલ ટીમના ખેલાડી 33% ઓછા ઇજાગ્રસ્ત થયા
ફૂટબોલ ટીમ લિવરપૂલમાં, આ અલ્ગોરિધમથી ઇજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ઇજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા 33 ટકા ઘટી છે. ગત વર્ષના 1531થી સંખ્યા ઘટીને 1008 થઇ છે. છેલ્લા 9 મહિનામાં અનેક ખેલાડીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા વિના રમત રમ્યા છે.

અન્ય સમાચારો પણ છે...