ભારતના દિગ્ગજ કાર રેસર કેઈ કુમારની ઈન્ડિયન નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ દરમિયાન મોત થયું છે. 59 વર્ષીય કુમાર મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટમાં રેસ દરમિયાન કાર ક્રેશમાં ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.
અન્ય રેસર સાથે અથડાઈ ગઈ હતી કાર
MMSC FMSCI સલૂન કાર રેસ દરમિયાન કુમારે નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ-2022માં ભાગ લીધો હતો. રેસ દરમિયાન તેમની કાર અન્ય રેસર સાથે અથડાઈ હતી. તેમની કાર ટ્રેક પરથી બહાર નીકળી ફેન્સિંગની ઉપરથી નીકળી ગઈ હતી.
એક્સીડેન્ટ બાદ રેડ ફ્લેગ બતાવી રેસને એ સમયે જ રોકી દેવાઈ હતી. ટ્રેકના મેડિકલ સેન્ટર પર શરૂઆતી સારવાર બાદ તેમને એમ્બ્યૂલેન્સથી નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ, કુમારને વધુ ઈજા પહોંચી હોવાથી તેમણે હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો હતો.
અકસ્માતની તપાસ કરશે ઓર્ગેનાઈઝર
ઘટના બાદ રેસિંગ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન વિક્કી ચંદહોકે કહ્યું હતું કે 'અકસ્માતમાં દિગ્ગજ રેસર કુમારનો જીવ જતો રહેવો દુઃખદ છે. હું તેમને ઘણા દાયકાઓથી ઓળખું છું, તેમને એક કોમ્પિટિટરના રૂપમાં જોયા છે. MMSC અને રેસિંગ જગત તેમના મોત પર શોક વ્યક્ત કરે છે. ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવા માટે હિમ્મત આપે.'
ચંદહોકે કહ્યું કે FMSCIની નેશનલ ગવર્નિંગ બોડી અને MMSના ઓર્ગેનાઈઝરે ઘટનાની તપાસ માટે ઈન્વેસ્ટિગેશન ટીમ ગઠિત કરી દીધી છે. કુમારના સમ્માનમાં ઈન્ડિયન નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપના બાકી ઇવેન્ટ્સને કેન્સલ કરી દેવાયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.