તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોર્બ્સ લીસ્ટ:કમાણીના મુદ્દે ટેનિસ સ્ટાર રોજર ફેડરર નંબર-1, નડાલ અને જોકોવિચને પછાડ્યા

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોજર ફેડરરની ફાઇલ તસવીર - Divya Bhaskar
રોજર ફેડરરની ફાઇલ તસવીર
  • ફોર્બ્સની યાદીમાં નાઓમી ઓસાકા બીજા અને સેરેના વિલિયમ્સ ત્રીજા સ્થાન પર છે

અમેરિકી મેગેઝિન ફોર્બ્સે જાહેર કરેલી યાદી મૂજબ ગત એક વર્ષમાં તમામ ટેનિસ ખેલાડીઓમાં ફેડરરની કમાણી સૌથી વધુ રહી છે. ટેક્સ ભરતા પહેલા ફેડરરની કુલ કમાણી 90.6 મિલિયન ડોલર (લગભગ 661 કરોડ રૂપિયા) હતી.

કમાણીમાં પણ ફેડરરનો દબદબો યથાવત
ટેનિસ જગત જગતમાં હત વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાં જે નામ ટોપ પર છે તે હવે ટેનિસ કોર્ટથી ધીરે ધીરે વિદાઈ લઈ રહ્યા છે. ટેનિસની દુનિયામાં લાંબા સમયગાળા સુધી રાજ કરનાર પૂર્વ નંબર-1 સ્વિટ્ઝરલેન્ડના સ્ટાર રોજર ફેડરર ભલે મેદાનથી દૂર હોય પરંતુ તેમનો દબદબો યથાવત રહ્યો છે. ઈન્જરીના કારણે તે છેલ્લા કેટલાક દિવસોથી ટેનિસ કોર્ટથી દૂર છે પરંતુ કમાણીના મુદ્દે ફેડરર હજુ પણ નંબર-1 છે. ફોર્બ્સ મેગેઝિને જે સૌથી અમીર ખેલાડીઓની યાદી બહાર પાડી છે તેમાં ફેડરર ટોપ પર છે. ટેક્ટ ભર્યા પહેલા ફેડરરની કુલ કમાણી 90.6 મિલિયન ડોલર (લગભગ 661 કરોડ રૂપિયા) છે.

નોવાક જોકોવિચ (ડાબે) અને રાફેલ નડાલની ફાઇલ તસવીર
નોવાક જોકોવિચ (ડાબે) અને રાફેલ નડાલની ફાઇલ તસવીર

ફેડરરે નોવાક અને નડાલને પછાડ્યા
રોજર ફેડરર ભલે ઈન્જરીના કારણે ટેનિસ કોર્ટની બહાર છે પરંતુ તેની કમાણીના તોલે હાલ કોઇપણ ટેનિસ સ્ટાર આવી શકે તેમ નથી. અત્યારે બીગ થ્રીમાં સામેલ નોવાક જોકોવિચ 38 મિલિયન ડોલર (277 કરોડ રૂપિયા) અને રાફેલ નડાલ 27 મિલિયન ડોલર (197 કરોડ રૂપિયા) કરતા ઘણો આગળ છે. આ બંને ટેનિસ સ્ટાર્સ આ યાદીમાં ચોથા અને પાંચમા ક્રમાંક પર છે.

નાઓમી ઓસાકા (ડાબે) અને સેરેના વિલિયમ્સની ફાઇલ તસવીર
નાઓમી ઓસાકા (ડાબે) અને સેરેના વિલિયમ્સની ફાઇલ તસવીર

જાપાની ખેલાડી નાઓમી ઓસાકા બીજા ક્રમાંકે
અત્યારે ફેડરર પછી જાપાનની નાઓમી ઓસાકા 60.1 મિલિયન ડોલર (438 કરોડ રૂપિયા)ની કમાણી સાથે બીજા ક્રમાંકે છે. ત્યારે સેરેના વિલિયમ્સ 41.8 મિલિયન ડોલર (લગભગ 305 કરોડ રૂપિયા)ની કમાણી સાથે ત્રીજા ક્રમાંક પર યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...