તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Tennis: New York Mayor Changes Corona Protocol, Requires People Over 12 To Show Proof Of Vaccination

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:ટેનિસઃ ન્યૂયોર્કના મેયરના કારણે કોરોનાના પ્રોટોકોલમાં બદલાવ, 12 વર્ષથી વધુ ઉંમરના લોકોએ વેક્સિનેશનનું પ્રૂફ બતાવવું પડશે

ન્યૂયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનમાં સ્ટેડિયમમાં દર્શકો આવશે, માસ્ક ફરજિયાત નહીં

વર્ષના ચોથા અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની શરૂઆત સોમવારથી થશે. ટુર્નામેન્ટમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. તેના માટે યુએસ ટેનિસ એસોસિએશન (યુએસટીએ) એ ગત સપ્તાહે ટુર્નામેન્ટના પ્રોટોકોલની જાહેરાત કરી હતી. જેમાં ચાહકોને સ્ટેડિયમમાં આવવા માટે વેક્સિનેશન ફરજીયાત ન હતું.

પહેલા સ્ટેડિયમમાં કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવીને પ્રવેશ મેળવી શકતા હતા. પણ ન્યુયોર્કના મેયર બિલ ડે બ્લાસિયોના કારણે પ્રોટોકોલમાં બદલાવ કરવો પડ્યો. હવે 12 વર્ષ કે તેથી વધુ ઉમરના વ્યક્તિએ સ્ટેડિયમમાં પ્રવેશ માટે કોરોના વેક્સિનેશનનું સર્ટિફિટેક બતાવવાનું રહેશે. પહેલો ડોઝ લગાવનાર વ્યક્તિ પણ સ્ટેડિયમમાં જઇ શકે છે. મેચ જોવા માટે ચાહકોએ માસ્ક લગાવવું ફરજીયાત નથી.

ટુર્નામેન્ટના આયોજકોએ નિવેદન જાહેર કર્યું છે કે, ‘યુએસટીએને ન્યુયોર્ક મેયર ઓફિસથી કહેવામાં આવ્યું છે કે આર્થર એશ સ્ટેડિયમમાં આવનાર લોકોનું વેક્સિનેશન ફરજીયાત હોવું જોઇએ. ડેલ્ટા વેરિયન્ટનો ફેલાવો જોતા તથા સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવાયો છે. એસોસિએશને મેયરની વાત સ્વિકારી લીધી છે.’ માત્ર મેયરે જ કોરોનાનો ખતરા અંગે ચિંતા વ્યક્ત નથી કરી, પણ બુધવારે થયેલી જાહરાત કે ટુર્નામેન્ટ માટે વેક્સિનેશન અને માસ્ક બંને ફરજીયાત નથી, તો નગર પરિષદના સભ્યો અને સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષે પણ ચિંતા વ્યક્ત કરી.

જોકોવિચની પાસે સૌથી સફળ પુરુષ ખેલાડી બનવાની તક
નંબર-1 પુરુષ ખેલાડી નોવાક જોકોવિચની પાસે 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની તક છે. હાલ ફેડરર, નડાલ અને જોકોવિચના 20-20 ટાઇટલ છે. ટોપ સીડ જોકોવિચ ડેનમાર્કના ક્વોલિફાયર હોલ્ગર રુન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. મહિલા સિંગલ્સમાં એશ્લે બાર્ટી ટોપ સીડ છે. ગત ચેમ્પિયન નાઓમી ઓસાકાને ત્રીજુ સીડ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...