હાઈ જંપર તેજસ્વિન શંકરે 22માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને એથલેટિક્સમાં હાઈ જંપર ઇવેન્ટમાં પહેલો મેડલ અપાવ્યો હતો. તે ગેમ્સના 92 વર્ષના ઈતિહાસમાં હાઈ જંપમાં મેડલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો છે. 23 વર્ષના તેજસ્વિને મેન્સ હાઈ જંપના ઇવેન્ટમાં 2.22 મીટર સ્કોર કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તે ગેમ્સ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા જ બર્મિંગહામ પહોંચ્યો હતો, કારણ કે તેને એથલેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ ટીમ ઈન્ડિયાની બહાર કરી દીધો હતો. તેજસ્વિને ભારતની નેશનલ ઇન્ટર સ્ટેટ મીટમાં ભાગ નહોતો લીધો. જ્યારે આ ટૂર્નામેન્ટ થઈ હતી, ત્યારે તે USAમાં ટ્રેનિંગ કરી રહ્યો હતો. તેવામાં તેજસ્વિને હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે તેને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં મોકલવાના આદેશ આપ્યા હતા. તે ભારતીય દળમાં સામેલ થનારો છેલ્લો ભારતીય એથલીટ હતો.
કોર્ટમાંથી મળી મંજુરી, રિપ્લેસમેંટ બન્યો
દિલ્લી હાઈકોર્ટના આદેશથી તેજસ્વિનને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવાની મંજુરી મળી હતી. તેને કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય સ્ક્વોડમાં ઈજાગ્રસ્ત અરોકિયા રાજીવના રિપ્લેસમેંટ પર ગેમ્સનો ભાગ બનાવવામાં આવ્યો હતો. ત્યારે હવે બ્રોન્ઝ મેડલ જીતીને તેણે પોતાને સાબિત કર્યો હતો.
નેશનલ રેકોર્ડ પણ તેના નામે બોલે છે
તેજસ્વિનના નામે હાઈ જંપમાં નેશનલ રેકોર્ડ બોલે છે. તેણે આ ગેમ્સમાં 2.27 મીટર જંપ લગાવ્યો હતો. તેનો પર્સનલ બેસ્ટ 2.29 મીટર છે. જોકે ફાઈનલમાં તે આ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યો નહતો. બર્મિંગહામમાં ફાઈનલ દરમિયાન શંકરે પહેલા પ્રયાસોમાં 2.10 મીટર, 2.15 મીટર, 2.19 મીટર અને 2.22 મીટરના જંપ લગાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.