• Gujarati News
  • Sports
  • Team India Did Not Complain After Beating Indian Players In Asia Cup Football Tournament

હારી જતાં અફઘાનિસ્તાનીઓની અવળચંડાઈ:એશિયા કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓ સાથે મારપીટ કરી, ટીમ ઈન્ડિયાએ ફરિયાદ ન કરી

15 દિવસ પહેલા

ક્રિકેટમાં ભલે ભારત અને અફઘાનિસ્તાની ખેલાડીઓ વચ્ચે સારા સંબંધો છે, પરંતુ ફૂટબોલમાં સ્થિતિ વિપરિત છે. શનિવારે રાત્રે રમાયેલી AFC એશિયા કપ ક્વોલિફાયર્સમાં ભારતે 2-1થી અફઘાનિસ્તાનને હરાવી દીધું હતું. આ હારથી ગુસ્સામાં આવી અફઘાનિસ્તાની ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. વાઈરલ વીડિયોમાં ભારતીય ખેલાડીઓ સાથે અફઘાનિસ્તાની પ્લેયર્સે હાથાપાઈ કરી હતી એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. થોડા સમય પછી અફઘાનિસ્તાનની આખી ટીમ ભારતીય ખેલાડીઓ સાથે ઝઘડો કરવા પહોંચી ગઈ હતી.

ઈન્ડિયન ટીમના ગોલકીપર ગુરપ્રીત સિંહ બંને ટીમોને શાંત કરતા જોવા મળ્યા હતા, પરંતુ તેમને પણ અફઘાનિસ્તાની ખેલાડીઓ ધક્કો મારવા લાગ્યા હતા. ત્યારપછી ટીમ ઈન્ડિયાના ખેલાડીએ પોતાના સાથી ખેલાડીને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા. મારપીટ કેમ થઈ એનું યોગ્ય કારણ મળી શક્યું નથી તથા અત્યારસુધી બંને ટીમો વિરૂદ્ધ ફરિયાદ પણ થઈ શકી નથી.

છેત્રીની જાદુઈ ઈનિંગ
ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ મેચમાં કમાલનો ગોલ કર્યો હતો. તેણે ફ્રી-કિક ગોલ 85મી મિનિટે કર્યો હતો અને ટીમ ઈન્ડિયાને 1-0ની લીડ અપાવી દીધી છે. ત્યારપછી 90+2 મિનિટ પહેલા ટીમ ઈન્ડિયાએ નિર્ણાયક ગોલ કરી મેચ જીતી લીધી હતી.

ગ્રુપ-ડીમાં બીજા નંબર પર ટીમ ઈન્ડિયા
આ જીતની સાથે ભારતીય ટીમ ટૂર્નામેન્ટના ગ્રુપ-ડીમાં બીજા નંબર પર આવી ગઈ છે. તેણે 2 મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. હોન્ગકોન્ગની ટીમ અત્યારે પહેલા નંબર પર છે. બંનેએ એક સમાન 6-6 પોઈન્ટ છે. પરંતુ ગોલ ડિફરેન્સના કારણે હોન્ગ કોન્ગની ટીમ આગળ છે.

કંબોડિયાથી મેચ જીતી હતી
ભારતીય ટીમે પોતાની જીતની સફર કંબોડિયાને 2-0થી હરાવીને શરૂ કરી હતી. 8 જૂને રમાયેલી આ મેચમાં સુનીલ છેત્રીએ ડબલ ગોલ કર્યો હતો. એક પેનલ્ટી અને બીજો ફિલ્ડ ગોલ હતો.

અન્ય સમાચારો પણ છે...