• Gujarati News
  • Sports
  • Team India Beat Japan 2 1 In The Super 4 Match, Avenging The League Defeat; Manjit And Pawan Scored

એશિયા કપ હોકી:ટીમ ઈન્ડિયાએ સુપર-4 મુકાબલામાં જાપાનને 2-1થી હરાવ્યું, લીગની હારનો બદલો લીધો; મનજીત અને પવને ગોલ કર્યા

જકાર્તાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટા ભાગે યંગસ્ટર્સવાળી ટીમ ઈન્ડિયાએ શનિવારે સાંજે એશિયા કપ હોકીના સુપર-4 મુકાબલામાં જાપાનને 2-1થી હરાવી દીધું. આ સાથે જ લીગ મેચમાં મળેલી હારનો પણ હિસાબ સરભર કરી દીધો. લીગ મેચમાં જાપાને ભારતને 2-5 ગોલથી હરાવ્યું હતું. ભારત તરફથી પહેલો ગોલ મનજીત સિંહે કર્યું. તો રમતની 34મી મિનિટે પવન રાજભરે બીજો ગોલ કર્યો.

બ્લૂ જર્સીના ડિફેન્સ સામે જાપાન ન ટકી શક્યું
જાપાનને ભારતે પહેલા ક્વાર્ટરની રમત પૂરી ત્યાં સુધીમાં 1-0થી બઢત મેળવી લીધી હતી. બીજા હાફની 18મી મિનિટે જાપાનને પેનલ્ટી કોર્નર મળ્યો, જેનો તેમને લાભ લીધો અને ગોલ કરી નાખ્યો. જાપાનના નેવાએ ગોલ કરીને સ્કોર 1-1થી બરોબર કરી દીધો. જે બાદ બીજા હાફમાં એક પણ ગોલ ભારત તરફથી નથયો અને હાફ ટાઈમ સુધી બંનેનો સ્કોર 1-1થી બરોબર હતો.

ત્રીજા ક્વાર્ટરમાં જોરદાર શરૂઆત
ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે જોરદાર શરૂઆત કરી અને રમતની 34માં મિનિટમાં પવન રાજભરે ભારત માટે બીજો ગોલ કરીને ટીમને 2-1થી બઢત મેળવી લીધી. આ દરમિયાન જાપાનની ટીમે ઘણો પ્રયાસ કર્યો પરંતુ ભારતના મજબૂત ડિફેન્સની સામે આ ટીમ બઢત ન મેળવી શકી. ત્રીજા ક્વાર્ટરની રમત પૂરી ત્યાં સુધીમાં ભારતે જાપાન પર 2-1થી બઢત મેળવી લીધી હતી

જે બાદ ચોથા ક્વાર્ટરમાં પણ બીરેન્દ્ર લાકડાની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યું. જાપાન વિરૂદ્ધ ભારતે લીગ મેચમાં જે ભૂલ કરી હતી તે આ વખતે ન કરી. ચોથા ક્વાર્ટરમાં ભારતે જાપાનને એક પણ ગોલ ન કરવા દીધો અને રમત પૂરી ત્યાં સુધીમાં 2-1ની બઢત યથાવત રાખતા જીત મેળવી લીધી.

સુપર-4 ટીમ રમશે ત્રણ-ત્રણ મેચ
સુપર-4માં ભારતની સાથે જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયાએ જગ્યા બનાવી છે. સ્પર્ધાના સુપર-4 રાઉન્ડમાં પહોંચેલી ચારેય ટીમ હવે અંદરોદર ત્રણ-ત્રણ મેચ રમશે. જે બાદ ટોપ-2 ટીમ વચ્ચે ફાઈનલ ખેલાશે.

ઈન્ડોનેશિયા પર 16-0થી બઢત મેળવી હતી
આ પહેલા લીગની છેલ્લી મેચમાં ભારતે યજમાન ઈન્ડોનેશિયા પર 16-0થી જીત મેળવી ટૂર્નામેન્ટમાં જોરદાર વાપસી કરી હતી. એક સમયે શરૂઆતની બંને મેચમાં નિરાશાજનક પ્રદર્શનને કારણે લીગ સ્ટેજમાંથી જ બહાર ફેંકાય જશે તેવું લાગતું હતું પરંતુ ભારતે મોટી જીતની સાથે પાકિસ્તાનને પછાડીને સુપર-4માં જગ્યા બનાવી. ટીમ પૂર્વ ભારતીય કેપ્ટન સરદાર સિંહના માર્ગદર્શનમાં રમી રહી છે.

10 પ્લેયર્સ પહેલી વખત બ્લૂ જર્સીમાં ઉતર્યા
સ્પર્ધામાં 10 પ્લેયર્સે ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું છે. આ પહેલા આ ખેલાડીઓએ સીનિયર ટીમ માટે કોઈ મેચ રમી ન હતી. યજમાન તરીકે ટીમ ઈન્ડિયા પહેલા જ વર્લ્ડકપ 2023 માટે ક્વોલિફાઈ કરી ચુક્યું છે. ત્યારે એશિયા કપમાં યુવાનોને તક આપી છે કે જેથી તેમને અનુભવ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...