• Gujarati News
  • Sports
  • Team India Announced For Hockey 5 A Side, Gurinder Singh To Get Captaincy; 5 Countries Will Participate

પહેલીવાર હોકીનું T20 વર્ઝન રમશે ભારત:હોકી 5 A-સાઈડ માટે ટીમ ઈન્ડિયા જાહેર, ગુરિંદર સિંહને કેપ્ટનશિપ મળશે; 5 દેશ ભાગ લેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ટીમ પહેલીવાર હોકીનું શોર્ટ વર્ઝન રમવા જઈ રહી છે. તેને 5A સાઇડ હોકી કહેવામાં આવે છે. વાસ્તવમાં ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ હોકી (FIH) પહેલીવાર 5A સાઈડનું આયોજન કરવા જઈ રહ્યું છે. 5 અને 6 જૂને યોજાનારી આ ટૂર્નામેન્ટમાં પાંચ દેશોની ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ સ્વિટ્ઝર્લેન્ડના લૌઝેનમાં રમાશે.

હોકી ઈન્ડિયાએ ટૂર્નામેન્ટ માટે 9 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ડિફેન્ડર ગુરિન્દર સિંહને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે તો સુમિતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલીવાર છે જ્યારે ભારતીય પુરૂષ હોકી ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે 5A-સાઇડ હોકી મેચ રમશે. અગાઉ યુથ ઓલિમ્પિક-2018માં ભારતની યુવા ટીમે આ મેચ રમી હતી.

5 દેશ આ ટુર્નામેન્ટ રમશે
આ ટુર્નામેન્ટમાં પાંચ દેશોની ટીમો ભાગ લેશે. ભારત ઉપરાંત મલેશિયા, પાકિસ્તાન, પોલેન્ડ અને યજમાન સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. ભારતીય ટીમ 1 જૂને બેંગ્લોરથી રવાના થશે.

ફાસ્ટેસ્ટ વર્ઝન રમવા માટે ઉત્સાહિતઃ કોચ
આ ટુર્નામેન્ટ અંગે ભારતીય ટીમના મુખ્ય કોચ ગ્રેહામ રીડે કહ્યું- 'હીરો હોકી 5 ટૂર્નામેન્ટ રમતનું એક અલગ સ્વરૂપ છે. સ્વિટ્ઝર્લેન્ડ જેવા સુંદર દેશમાં શ્રેષ્ઠ ટીમો સામે ફાસ્ટેસ્ટ વર્ઝનની હોકી રમવા માટે અમે રોમાંચિત છીએ.

ભારતીય ટીમ
ગુરિન્દર સિંહ (કેપ્ટન), સુમિત, પવન, સંજય, મનદીપ મોર, રવિચંદ્ર સિંહ, દિલપ્રીત સિંહ, મોહમ્મદ રાહિલ મૌસીન, ગુરસાહિબજીત સિંહ.
સ્ટેન્ડબાયઃ પ્રશાંત કુમાર ચૌહાણ, બોબી સિંહ ધામી, સુદીપ ચિરમાકો.

ભારતની મેચ

  • VS સ્વિટ્ઝર્લેન્ડ મેચ, 4 જૂન, સાંજે 6 વાગ્યે.
  • VS પોલેન્ડ, 5 જૂન, સાંજે 6:30
અન્ય સમાચારો પણ છે...