આઇપીએલ 12 / તાહિરે 3.85 લાખમાં એક વિકેટ ઝડપી, ઉનડકટની એક વિકેટ માટે રાજસ્થાને 84 લાખ ચૂકવ્યા

Tahir got one wicket in 3.85 lakh, got 84 lakhs in Rajasthan for one wicket

 • 8.4 કરોડમાં વેચાયેલા ઉનડકટે માત્ર 10 વિકેટ લીધી, 1 કરોડમાં રિટેન થયેલા તાહિરે સૌથી વધુ 26 વિકેટ લીધી
 • 80 લાખ રૂપિયામાં રિટેન થયેલા દિપક ચહરે 7.47ની ઈકોનોમીથી 22 વિકેટ ઝડપી
 • શ્રેયસ ગોપાલે 14 મેચમાં 20 વિકેટ ઝડપી, રાજસ્થાને તેને 20 લાખ રૂપિયામાં રિટેન કર્યો હતો

divyabhaskar.com

May 14, 2019, 01:38 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં રવિવારે ચેન્નાઇ સુપરકિંગ્સને 1 રને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું. આ સિઝનમાં ઓછી કિંમતમાં રિટેન થયેલા બોલર્સે સારું પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટના ટોપ-5 વિકેટ ટેકર્સમાં જસપ્રીત બુમરાહ અને કગીસો રબાડા સિવાયના કોઈ બોલરને 1 કરોડથી વધારે રૂપિયા આપવામાં આવ્યા ન હતા. અમુક ખેલાડી એવા પણ હતા જેમની પાછળ ફ્રેન્ચાઇઝીએ કરોડો રૂપિયા ખર્ચ્યા પરંતુ એમનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું. ચેન્નાઇ સુપરકિંગ્સે ઈમરાન તાહિરને 1 કરોડમાં ખરીદયો હતો જેણે 26 વિકેટ લીધી હતી, તેની સામે જયદેવ ઉનડકટને 8.4 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. તેણે માત્ર 10 વિકેટ ઝડપી હતી.

આ વખતે ઑક્શનમાં જયદેવ-વરુણ સૌથી મોંઘા ખેલાડી હતા

 • રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકટને 8.4 કરોડમાં ખરીદ્યો હતો. જયદેવે 11 મેચમાં 39.80ની એવરેજથી માત્ર 10 વિકેટ લીધી હતી. તેણે એક વિકેટ ઝડપવા માટે એવરેજ 40 રન આપ્યા હતા.
 • જયારે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને કિંગ્સ ઈલેવેન પંજાબે 8.4 કરોડમાં ખરીદ્યો હતો. ઇજાના લીધે તે પંજાબ માટે ફક્ત એક મેચ રમી શક્યો હતો. તેમાં તેણે 35 રન આપીને 1 વિકેટ લીધી હતી.
 • આઇપીએલ-12માં સૌથી વધુ વિકેટ ટેકર્સની સૂચિમાં કગીસો રબાડા બીજા સ્થાને હતો. તેણે 12 મેચમાં 25 વિકેટ ઝડપી હતી. તેને દિલ્હી કેપિટલ્સે 4.2 કરોડમાં ખરીદ્યો હતો.
 • ચેન્નાઇ સુપરકિંગ્સે દિપક ચહરને 2018ના ઑક્શનમાં 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેમણે તેને આ વર્ષે પણ રિટેન કર્યો હતો. દિપક 17 મેચમાં 22 વિકેટ સાથે હાઈએસ્ટ વિકેટ ટેકરની સૂચિમાં ત્રીજા સ્થાને છે.
 • રાજસ્થાન રોયલ્સે શ્રેયસ ગોપાલને ગયા વર્ષે 20 લાખમાં રિટેન કર્યો હતો. તેણે 14 મેચમાં 7.22ની ઈકોનોમીથી 20 વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત તેણે 136.96 સ્ટ્રાઇક રેટથી 63 રન બનાવ્યા હતા.
 • આઇપીએલ-12ની ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રહેલા જસપ્રીત બુમરાહને મુંબઈ ઇન્ડિયન્સે 7 કરોડમાં રિટેન કર્યો હતો. તેણે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરતા 16 મેચમાં 6.63ની ઈકોનોમીથી 19 વિકેટ લીધી હતી.
X
Tahir got one wicket in 3.85 lakh, got 84 lakhs in Rajasthan for one wicket
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી