તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Table Tennis | Gujarati Athlete Bhavina Patel's Admirable Performance At The Tokyo Paralympics, Beating Britain In The Second Match Of The Group Stage

ટેબલ ટેનિસ વુમન સિંગલ્સ:ટોક્યો પેરાલિમ્પિકમાં ગુજરાતી ખેલાડી ભાવિનાનું પ્રશંસનીય પ્રદર્શન, ગ્રુપ સ્ટેજની બીજી મેચ જીતી; સોનલ પટેલ ડિસક્વોલિફાય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવિના પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
ભાવિના પટેલની ફાઇલ તસવીર

ટોક્યો પેરાલિમ્પિકની મહિલા સિંગલ્સની ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિના પટેલે ગ્રુપ સ્ટેજની બીજી મેચ જીતી લીધી છે. તેણે મહિલા સિંગલ્સ ક્લાસ-4ના ગ્રુપ-Aમાં ગ્રેટ બ્રિટનની ખેલાડી મેગન શૈકલટનને 3-1થી હરાવી હતી. ઈન્ડિયન ખેલાડીએ પહેલો સેટ પોતાને નામ કર્યો હતો, પરંતુ બીજા સેટને જીતી બ્રિટનની મેગને કમબેક કર્યું હતું. પરંતુ ત્યારપછી ભાવિનાએ બેક ટુ બેક મેચ વિનિંગ રેલી રમીને મેચ પોતાને નામ કરી હતી. તો બીજી બાજુ સોનલ પટેલ નોકઆઉટમાં ક્વોલિફાય કરી શકી નથી. તે દક્ષિણ કોરિયન લી મી ગ્યુ સામે 12-10, 5-11, 3-11, 9-11થી હારી ગઈ હતી.

બુધવારે ભાવિનાનું નિરાશાજનક પ્રદર્શન
ટોક્યો પેરાલિમ્પિકનાં પહેલા દિવસે (બુધવારે) ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. ગઇકાલે રમાયેલી મહિલા સિંગલ્સ ક્લાસ-4 ગ્રુપ Aની મેચમાં ચીની ખેલાડી ઝોઉ યિંગએ 3-0થી ભાવિના પટેલને હરાવી હતી. તેણે આ મેચમાં 11-3, 11-9, 11-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

સોનલ પટેલ પણ બુધવારે મેચ હારી
ગુજરાતની સોનલ પટેલ પણ બુધવારે ટેબલ ટેનિસની મેચ હારી ગઈ હતી. તેને મહિલા સિંગલ્સ ક્લાસ-3 ગ્રુપ Dની મેચમાં ચીની ખેલાડી લી કિયાને 3-2થી હરાવી હતી. તેવામાં ગુરૂવારે પણ સોનલ પટેલ વુમન સિંગલ્સ ક્લાસ 3ના ગ્રુપ Dની મેચ દક્ષિણ કોરિયન લી મી ગ્યુ સામે 12-10, 5-11, 3-11, 9-11થી હારી ગઈ હતી. જેના કારણે તે નોકઆઉટ માટે ક્વોલિફાય કરી શકી નથી.

12 ખેલાડીઓની ટીમે ટોક્યો જવા ઉડાન ભરી
આ દરમિયાન દેવેન્દ્ર ઝાઝરિયા અને સંદીપ ચૌધરી સહિત 12 ખેલાડીઓની ટીમ પેરાલિમ્પિક ગેમમાં ભાગ લેવા માટે બુધવારે ઈન્ડિયાથી ટોક્યો જવા ઉડાન ભરી હતી. આ ટીમમાં હાઇ જંપના 2 ખેલાડી નિષાદ કુમાર અને રામપાલ તથા ડિસ્ક્સ થ્રોના એથ્લીટ યોગેશ કથુનિયા પણ સામેલ છે. દેવેન્દ્ર ઝાઝરિયાએ એથેન્સ અને રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...