• Gujarati News
  • Sports
  • T20 World Cup 2021 Virat Kohli Wish Indian Team Had Couple Of Good Overs Against Pakistan New Zealand

T-20 વર્લ્ડ કપ:બે મેચ જીત્યા પછી પણ વિરાટ કોહલીને અફસોસ, કહ્યું- કાશ આવી બે ઓવર મળી જાત...

એક મહિનો પહેલા

ભારત ટી-20 વર્લ્ડ કપ 2021માં સતત બે મેચ જીતી ચૂકી છે. આ મેચમાં સારુ પર્ફોમ કરીને ભારતે નેટ રનરેટ પણ વધારી દીધો છે. જોકે સ્કોટલેન્ડને હરાવ્યા પછી પણ કેપ્ટન વિરાટ કોહલીને અફસોસ છે કે, ટીમ ઈન્ડિયા પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે કેમ સારુ ના રમી શક્યા. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે અમને આવી કોઈ સારી ઓવર ના મળી શકી. સ્કોટલેન્ડ સામે મેચમાં ભારતે જીતવા માટે 86 રનના ટાર્ગેટને માત્ર 6.3 ઓવરમાં જ પૂરો કરી દીધો હતો. ગઈ મેચમાં પણ ભારતે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ પહેલાં બે મેચમાં મળેલી હાર પછી હવે સેમીફાઈનલમાં પ્રવેશની ભારતની આશા અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ પર ટકેલી છે. તેમાં અફઘાનિસ્તાન જીતશે તો ભારતની લાસ્ટ-4માં પહોંચવાની શક્યતાઓ વધી જશે.

કોહલીએ મેચ પછી કહ્યું હતું કે, આ શાનદાર પ્રદર્શન હતું. અમે આ રીતે જ રમવાનો પ્રયત્ન કરતા હતા. આજના વિશે વધારે કઈ નહીં કહું કારણકે અમને ખબર છે કે, અમે કેવુ રમી શકીએ છીએ. ટી-20 ક્રિકેટમાં ટોસ અને સંજોગો ખૂબ મહત્વના છે. અમે ફરી તાલ મેળવી લીધો એની અમને ખુશી છે. જોકે કોહલીએ દુખ વ્યક્ત કર્યું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ સામે આવું સારુ પ્રદર્શન નથી કરી શકી. તેમણે કહ્યું છે કે, તે બે મેચમાં બે ઓવર પણ ફરક ઉભો કરી શકતી હતી. જોકે મને હવે ખુશી છે કે, ટીમમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોહલીએ કહ્યું છે કે, સ્કોટલેન્ડને 100-120 રન પર રોકવા માંગતા હતા.

કોહલીએ રન ચેઝ વિશે કહ્યું કે, બોલર્સે ખૂબ સારુ પ્રદર્શન કર્યું અને કેએલ રાહુલ અને રોહિતે પણ ખૂબ સારી બેટિંગ કરી હતી. અમે રન ચેઝ પહેલાં 8-10 ઓવરના બ્રેકેટ વિશે વાત કરી હતી. હકિકતમાં અમે વધારે આક્રમક થવા નહતા માંગતા. કારણકે જો અમે વિકેટ ગુમાવી દેતા તો વધારે 20 બોલ વપરાઈ જતા. તેથી અમે વિચારતા હતા કે તેઓ નેચરલ રમે તો જ સારુ કે તેનાથી તેઓ ઝડપી રન બનાવી શકશે.

પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડે બગાડ્યું ભારતનું ગણીત
કેએલ રાહુલ (50) અને રોહિત શર્મા (30)એ પહેલી પાંચ ઓવરમાં જ 70 રન બનાવી દીધા હતા. કોહલીએ કહ્યું કે, પ્રેક્ટિસ મેચમાં પણ આ રીતે જ બેટિંગ કરતા હતા. આ રીતની બે સારી ઓવરથી મેચની તસવીર બદલાઈ શકે છે. પાકિસ્તાનથી ભારતને 10 અને ન્યૂઝીલેન્ડથી આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચોમાં ભારત બેટિંગ અને બોલિંગ બંનેમાં ખૂબ ખરાબ રીતે નિષ્ફળતા મળી હતી.

બીજી બાજુ ભારતથી હાર્યા પછી સ્કોટલેન્ડના કેપ્ટન કાઈલ ફોએત્ઝરે સ્વીકાર્યું કે, ભારતે તેમને સંપૂર્ણ રીતે હાર આપી છે. તેમણે કહ્યું કે, આ પ્રમાણેની મેચ રમીને જ અમે અમારા પ્રદર્શનમાં સુધારો કરી શકીશું. ખેલાડીઓ માટે આવી ટૂર્નામેન્ટ ખૂબ મહત્વની સાબીત થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...