કોરોનાનો કહેર:10 દિવસમાં રમત જગતમાં 5ના મોત; સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું નિધન, 100થી વધુ મેચ રમ્યા હતા

2 વર્ષ પહેલા
રોજર શૈપો 1964માં સ્વિસ ક્લબ એચસી વિલર્સ માટે રમતા હતા. તે સીઝનમાં તેમણે સ્વિસ લીગમાં સૌથી વધુ ગોલ કર્યા હતા. - Divya Bhaskar
રોજર શૈપો 1964માં સ્વિસ ક્લબ એચસી વિલર્સ માટે રમતા હતા. તે સીઝનમાં તેમણે સ્વિસ લીગમાં સૌથી વધુ ગોલ કર્યા હતા.
  • કોરોનાના કારણે સૌથી પહેલા 28 માર્ચે પાકિસ્તાનના સ્ક્વોશ લેજેન્ડ આઝમ ખાન (95) નું નિધન થયું હતું
  • ફ્રાન્સના ફૂટબોલ ક્લબ રીમ્સના 60 વર્ષીય ડોકટર બર્નાર્ડ ગોન્ઝાલેઝે કોરોના સંક્રમિત થયા પછી આપઘાત કર્યો

કોરોના વાઈરસના કારણે છેલ્લા 10 દિવસમાં રમત જગતમાં 5 દિગ્ગજોના મોત થયા છે. બુધવારે સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું 79 વર્ષની વયે નિધન થયું હતું. 1964 વિન્ટર ઓલિમ્પિક રમી ચૂકેલા શૈપો દેશ માટે 100થી વધુ મેચ રમ્યા હતા. આ પહેલા ફ્રાન્સના ફૂટબોલ ક્લબ રીમ્સના ડોકટર બર્નાર્ડ ગોન્ઝાલેઝ (60), ઇંગ્લેન્ડના લેંકશાયર ક્રિકેટ ક્લબના અધ્યક્ષ ડેવિડ હોજકિસ (71), ફ્રાન્સના ઓલિમ્પિક ડી માર્શલ ફૂટબોલ ક્લબના પૂર્વ અધ્યક્ષ પેપ દિઓફ (68) અને પાકિસ્તાનના સ્ક્વોશ લેજેન્ડ આઝમ ખાન (95)એ જીવ ગુમાવ્યો હતો.   ઇન્ટરનેશનલ આઈસ હોકી ફેડરેશને કહ્યું કે, શૈપો બે અઠવાડિયા પહેલા જ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાસ્થ્ય સુધરતા તેમને 1 એપ્રિલે ઘરે લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ અચાનક તેમની હાલત ગંભીર થઈ હતી અને તેમનું નિધન થયું હતું. તેઓ 60ના દાયકામાં બેસ્ટ સેન્ટર ખેલાડી હતા. તે 1964માં સ્વિસ ક્લબ એચસી વિલર્સ માટે રમતા હતા. તે સીઝનમાં તેમણે સ્વિસ લીગમાં સૌથી વધુ ગોલ કર્યા હતા. બર્નાર્ડે ડિપ્રેશનના કારણે આપઘાત કર્યો  રીમ્સ ક્લબના ડોકટર બર્નાર્ડ કોરોના સંક્રમિત થયા પછી ડિપ્રેશનમાં આવી ગયા હતા. તે પછી તેમણે 5 એપ્રિલના રોજ આપઘાત કર્યો હતો. તેમણે એક સ્યુસાઇડ નોટ પણ છોડી હતી. જેમાં કોરોના સંક્રમિત હોવાની વાત કરી હતી. તેઓ 20 વર્ષથી રીમ્સ ક્લબ સાથે જોડાયા હતા.  સૌથી પહેલા આઝમ ખાનનું નિધન થયું કોવિડ-19ના કારણે 31 માર્ચે ડેવિડ હોજકિસ અને ફ્રાન્સના પેપ દિઓફનું નિધન થયું હતું. તે પહેલા 28 માર્ચે પાકિસ્તાની સ્ક્વોશ લેજેન્ડ આઝમ ખાને જીવ ગુમાવ્યો હતો. આઝમ ખાન 1959થી 1962 દરમિયાન 4 વાર બ્રિટિશ ઓપન જીત્યા હતા. તેમની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેમણે 1962માં પહેલીવાર હાર્ડબોલ ટૂર્નામેન્ટ યુએસ જીતી હતી.

અન્ય સમાચારો પણ છે...