બાકૂ શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતીય શૂટર્સ ઝળક્યા:સ્વપ્નિલે મારી મેડલ જીતવામાં હેટ્રિક, ભારતે ડબલ ગોલ્ડ સહિત 5 મેડલ જીત્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાકૂમાં રમાયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતીય શૂટર્સ સ્વપ્નિલ કુસાલે અને આશિ ચૌકસેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્પર્ધાના અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે પણ છેલ્લા 100 દિવસથી રશિયાનો સામનો કરી રહેલા યુક્રેનના શૂટર્સને હરાવીને ભારતે આ મેડલ જીત્યા છે. શનિવારે આવેલા આ ગોલ્ડ સાથે ભારતના અભિયાનનો પણ અંત આવ્યો છે.

કુસાલ-આશિ ચોકસીની ભારતીય જોડીએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનની મિશ્ર સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. આ જોડીએ યુક્રેનની સેરહી કુલીશ અને ડારિયા તિખોવાને 16-12થી પરાજય આપ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. અગાઉ, ઇલાવેનિલ વાલારિવન, શ્રેયા અગ્રવાલ અને રમિતાની ત્રિપુટીએ 10 મીટર એર રાઇફલ મહિલા ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં ત્રણ સિલ્વર મેડલ પણ જીત્યા હતા. હવે ભારતીય રાઈફલ, પિસ્તોલ અને શોટગન ટીમો આવતા મહિને યોજાનારા ચોથા અને અંતિમ ચાંગવોન વર્લ્ડ કપમાં ભાગ લેશે. ત્યારપછી વર્ષના અંતમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાશે.

ભારતીય જોડીનું જબરદસ્ત કમબેક
ફાઇનલમાં યુક્રેનિયન જોડીએ જોરદાર શરૂઆત કરી અને ભારતીય જોડી પર 6-2ની લીડ મેળવી લીધી હતી. જોકે, ત્યારપછી ભારતે કમબેક કર્યું અને આગામી આઠમાંથી છ સ્ટ્રીક જીતીને સ્કોર 14-10 કર્યો હતો અને ભારતીય ટીમે પોઈન્ટ મેળવીને મેચ જીતી લીધી હતી.

મેડલ ટેલીમાં ડબલ ગોલ્ડ
આ મેડલ પછી ભારતના નામે ટેલીમાં ડબલ ગોલ્ડ મેડલ થઈ ગયા છે. તેણે ત્રણ સિલ્વર પણ જીત્યા છે. આ રીતે, ટીમ બે ગોલ્ડ, ત્રણ સિલ્વર સહિત પાંચ મેડલ સાથે બીજા સ્થાને છે, જ્યારે કોરિયા ત્રણ ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ સાથે પહેલા સ્થાને છે.

સ્વપ્નિલની મેડલ જીતવામાં હેટ્રિક

  • સ્વપ્નીલે બાકૂ શૂટિંગ વર્લ્ડ કપમાં ત્રીજો મેડલ જીત્યો હતો. આ તેનો પહેલો ગોલ્ડ હતો.
  • અગાઉ સ્વપ્નીલે મેન્સ રાઈફલ 3 પોઝિશન અને મેન્સ ટીમ કોમ્પિટિશનમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
  • મિક્સ થ્રી પોઝિશન રાઈફલ ઈવેન્ટમાં સ્વપ્નિલ અને આશી ચોથા સ્થાને રહ્યા. તેણે 900માંથી 881 અંક મેળવ્યા હતા. જેમાં 31 ટીમોએ ભાગ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...