તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Sushil Kumar Jail Life Update | The Abuse Of Power Resulted In The Wrestler Becoming An Assassin, The Embarrassment Of Not Getting A Protein Diet In Prison; Learn Sushil's Daily Routine In Jail

સુશીલ કુમારની 'જેલગાથા':તાકાતના દુરૂપયોગના પરિણામે રેસલરથી હત્યારો બન્યો, જેલમાં પ્રોટિન ડાયટ ના મળતા વ્યાકુળ; જાણો જેલમાં સુશીલની દિનચર્યા

8 દિવસ પહેલા
સુશીલ કુમારની ફાઈલ તસવીર

સાગર હત્યાકાંડમાં મંડોલી જેલમાં કેદ રેસલર સુશીલ કુમાર પોતાની હાઈ પ્રોફાઈલ લાઈફને યાદ કરી રહ્યો છે. જેલમાં પ્રથમ દિવસ સુશીલ માટે ઘણો તણાવ ભર્યો રહ્યો હતો. જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીંયા પ્રથમ દિવસે સુશીલ કુમાર ઘણો વ્યાકુળ જણાયો હતો. પરંતુ સમયની સાથે એણે પોતાના જીવનને પણ જેલના જીવનની અનુરૂપ ઢાળવાનું શરૂ કર્યું હતું. સુશીલ કુમારને મંડોલી જેલના 15 નંબરના બેરેકમાં રાખવામાં આવ્યો છે. જાણો સુશીલની જેલની દિનચર્યા....

સવાર-સાંજ જેલમાં કસરત કરે છે
જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે રેસલર સુશીલ કુમાર વહેલી સવારે ઉઠીને તથા સમી સાંજે કસરત કરી રહ્યો છે. તે પોતાની દિનચર્યાને ભૂલ્યો નથી. પરંતુ જેલમાં એ પોતાના પ્રોટીન ડાયટને યાદ કરી રહ્યો છે. આ અંગે એણે જેલના અધિકારીઓને નિવેદન પણ કર્યું હતું. જોકે પ્રોટિન ડાયટ માટે સુશીલ કુમારે હજુ સુધી કોર્ટમાં કોઈપણ પ્રકારની પિટિશન ફાઈલ કરી નથી.

અન્ય કેદીઓ જેવું જ સુશીલને ભોજન અપાય છે
સુશીલ કુમારને પણ જેલમાં કોઈ ખાસ ભોજન આપવામાં આવતું નથી, એને પણ અન્ય કેદીઓનું ભોજન જ આપવામાં આવે છે. સવારે નાસ્તામાં ચા અને પુરી, બપોરાના ભોજન (લન્ચ) અને ડિનરમાં જેલના મેનૂના પ્રમાણે દાળ-રોટલી અને શાક આપવામાં આવે છે.

સુશીલ કુમાર CCTVની બાજ નજર હેઠળ
અત્યારે સુશીલ કુમાર કોઈને મળી શકતો નથી. કોરોના પ્રોટોકોલને કારણે સુશીલ કુમારને કોઈપણ બહારના વ્યક્તિ સાથે મળવાની અનુમતિ આપવામાં આવી નથી. જેલના આઇસોલેટ સેલમાં સુશીલ કુમાર પર 24 કલાક બાજ નજર રાખવામાં આવે છે.

શું છે સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા મુજબ, 5 મેના રોજ છત્રસાલ સ્ટેડિયમના પાર્કિંગ વિસ્તારમાં રેસલરોના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. આમાં 5 કુસ્તીબાજો ઘાયલ થયા છે. જેમાં સાગર (23), સોનુ (37), અમિત કુમાર (27) અને 2 અન્ય રેસલર્સ સામેલ હતા.

સારવાર દરમિયાન સાગરનું મોત નીપજ્યું હતું
હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાગરનું મોત નીપજ્યું હતું. તે દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલનો પુત્ર હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંપત્તિના વિવાદને લઈને ઝઘડો થયો હતો. સાગર અને તેનો મિત્ર જે ઘરમાં રહેતા હતા, ત્યારે સુશીલ તેને ખાલી કરવા માટે દબાણ કરી રહ્યો હતો.

ઘટનાસ્થળ પરથી ડબલ બેરલ ગન અને કારતૂસ મળ્યા
પોલીસે ઘટનાસ્થળેથી એક લોડેડ ડબલ બેરલ ગન અને 3 જીવંત કારતુસ ઉપરાંત 5 વાહનો કબજે કર્યા હતા. દિલ્હી પોલીસે કહ્યું કે તેઓ સુશીલ કુમારની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે, કારણ કે તેના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ પછી પોલીસે સુશીલ અને અન્ય આરોપીઓની શોધમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...