• Gujarati News
  • Sports
  • Supreme Court Said Justice L. Nageswara Rao Should Review IOA Constitution, Elections Should Be Held Anytime By December

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની માન્યતા ઉપર ખતરો:સુપ્રીમ કોર્ટે કહ્યું-જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ IOAના બંધારણનું સંશોધન કરે, ડિસેમ્બર સુધીમાં કોઈપણ કાળે ચૂંટણી થવી જોઈએ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે દેશ પૂર્વ જજ જસ્ટિસ એલ.નાગેશ્વર રાવને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના બંધારણમાં સંશોધન કરીને અને ઈલેક્ટોરલ કોલેજ તૈયાર કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ દેશના ઓલિમ્પિકના ભવિષ્ય માટે નિષ્પક્ષ અને વિકાસ આધારિત એપ્રોચને સુનિશ્ચિત કરશે.

સુપ્રિમ કોર્ટે જસ્ટિસ રાવને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિશનના સંવિધાનમાં સંશોધન કરવા અને 15 ડિસેમ્બર, 2022 સુધીમાં ચૂંટણી યોજવાને લઈને આદેશ આપ્યો છે. કારણ કે ચૂંટણી ના યોજાવવાના કારણે ભારતને ઓલિમ્પિકમાં ભાગ લેવા ઉપર પ્રતિબંધ લાગી શકે છે.

આ સાથે જ સુપ્રિમ કોર્ટે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વર્તમાન સેક્રેટરી જનરલ રાજીવ મહેતા અને વાઇસ પ્રેસિડેન્ટ આદિલ સુમરિવાલાને 27 ડિસેમ્બરે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સાથે થનારી બેઠકમાં ભાગ લેવા માટે પરવાનગી આપી છે.

સુપ્રિમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે 'આ કાર્ય પુરુ કરવામાં જસ્ટિસ રાવની બધી જ લોજિસ્ટિક્સ એરેન્જમેન્ટ યુવા અને ખેલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન આનો ખર્ચ ઉઠાવશે.' આ બેન્ચમાં જસ્ટિસ હિમા કોહલી પણ સામેલ હતી.

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ને 8 સપ્ટેમ્બરે ઈન્ડિયન ઓલિમ્પિક ઓસોસિએશનને પોતાના ગવર્નેન્સની સમસ્યાને હલ કરવા માટે અને ડિસેમ્બર સુધીમાં ચૂંટણી યોજવા માટે છેલ્લી ચેતવણી આપી હતી. આવું ના કરવા પર ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી ભારત પર ઓલિમ્પિક્સમાં સામેલ કરવા ઉપર પ્રતિબંધ મૂકી શકે છે.

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી જેનું હેડક્વાર્ડર સ્વિટ્ઝરલેન્ડના લુસાનામાં છે. આ કમિટીના એક્ઝિક્યૂટીવ બોર્ડે એ પણ નિર્ણય લીધો છે કે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર બત્રાને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનથી બહાર કર્યા પછી કોઈપણ કાર્યવાહક અથવા વચગાળાના પ્રમુખને માન્યતા આપવામાં નહિ આવે. આગળની વાતચીત માટે સેક્રેટરી જનરલ રાજીવ મેહતાનો સંપર્ક કરવામાં આવશે.

બત્રાએ અંગત કારણોસર રાજીનામું આપ્યુ હતુ

ડૉ. નરેન્દ્ર બત્રાએ 18 જુલાઈના રોજ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પદ પરથી અંગત કારણોસર રાજીનામું આપી દીધુ હતુ. નરેન્દ્ર બત્રા વર્ષ 2017થી ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ બન્યા હતા. તેમના રાજીનામા પછી અત્યારસુધીમાં ચૂંટણી કરવામાં આવી નહોતી. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ 8 સપ્ટેમ્બર આપેલી ચેતાવમી પછી હવે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના કાર્યવાહક પ્રેસિડેન્ટ અનિલ ગુપ્તાએ પણ રાજીનામું આપી દીધુ હતુ. તેવામાં હવે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટનું પદ ખાલી પડ્યું છે. અને હવે તો ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની માન્યતા અને ભારતમાં ઓલિમ્પિકના ભવિષ્ય ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. જો આ વર્ષના ડિસેમ્બર સુધીમાં પ્રમુખપદ માટેની ચૂંટણી યોજવામાં નહિ આવે, તો ભારત આવતા વર્ષે ઓલિમ્પિકમાં ભાગ લઈ શક્શે નહિ.

IPLમાં સટ્ટાબાજી કેસમાં મુદગલ કમિટીના સભ્ય હતા જસ્ટિસ રાવ

જસ્ટિસ એળ નાગેશ્વર રાવ સુપ્રિમ કોર્ટે નિયુક્ત કરેલી મુદગલ કમિટીના સભ્ય પણ હતા. આ કમિટીના અધ્યક્ષ જસ્ટિસ મુકુલ મુદગલ હતા. કમિટીમાં જસ્ટિસ રાવની સાથે પૂર્વ ક્રિકેટ અંપાયર નિલય દત્તા પણ સામેલ હતા. આ કમિટીને 2013માં IPL મેચમાં થયેલા ભ્રષ્ટાચાર, મેચ ફિક્સિંગ જેવા આરોપોની સ્વતંત્ર રીતે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.