કરિયરની અંતિમ સિઝન:‘સુપર મૉમ’ ફેલિક્સ 2022 સિઝન બાદ એથ્લેટિક્સમાંથી નિવૃત્તિ લેશે

વૉશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેલિક્સ અમેરિકા માટે સૌથી વધુ ઓલિમ્પિક મેડલ જીતી ચૂકી છે

અમેરિકાની ‘ટ્રેક એન્ડ ફિલ્ડ’ ઈતિહાસમાં સૌથી વધુ ઓલિમ્પિક મેડલ જીતનાર મહિલા એથ્લિટ એલિસન ફેલિક્સે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. ‘સુપર મૉમ’ તરીકે જાણીતી ફેલિક્સે પોતાના ફેન્સને જણાવ્યું કે, 2022ની સિઝન તેના કરિયરની અંતિમ સિઝન રહેશે.

ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરતા પહેલા તેને પ્રેગ્નન્સી સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો છતાં તેણે હાર નહોતી માની અને બમણી મહેનત સાથે આગળ વધી હતી. તેણે ગોલ્ડ સહિત 2 મેડલ જીત્યા હતા. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં 400 મીટરમાં બ્રોન્ઝ જીત્યા બાદ 4x400 મીટર રિલેમાં ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. આ તેની માટે 10મો અને 11મો ઓલિમ્પિક મેડલ હતો.

તેણે અમેરિકાની રેકોર્ડ બુકમાં કાર્લ લુઈસને પાછળ છોડ્યો હતો. હવે તે ફિનલેન્ડના પાવો નર્મીથી એક જ મેડલ પાછળ છે. જેણે 1920 થી 1928 વચ્ચે 12 મેડલ જીત્યા હતા. ફેલિક્સે કહ્યું કે,‘આ સિઝનમાં હું મહિલાઓ અને મારી દીકરીના સારા ભવિષ્ય માટે દોડીશ.’ ફેલિક્સના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ 13 ગોલ્ડ સહિત કુલ 18 મેડલ છે.

અન્ય સમાચારો પણ છે...