• Gujarati News
  • Sports
  • Strange Laws Of Football Clubs; A Player Arriving Late In The Train Will Have To Pay 48 Thousand Per Minute, Also A Penalty For Forgetting Luggage

ભાસ્કર વિશેષ:ફૂટબોલ ક્લબના વિચિત્ર કાયદા; ટ્રેનિંગમાં લેટ પહોંચતા ખેલાડીએ પ્રત્યેક મિનિટના 48 હજાર આપવા પડશે, સામાન ભૂલવાનો પણ દંડ

બર્મિંઘમ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લિશ ક્લબ એસ્ટન વિલાના કોચ ગેરાર્ડે ખેલાડીઓના દેખાવમાં સુધારો કરવા કડક નિયમો બનાવ્યા
  • ટીમને ટોપ-10માં લઈ જવાનું કોચનું લક્ષ્ય

ફૂટબોલર્સ પાસેથી તેમનો શ્રેષ્ઠ દેખાવ કરાવવાનું સૌથી વધુ દબાણ તેમના કોચ પર હોય છે. આથી કોચના કેટલાક નિર્ણય ચર્ચાનો વિષય બનતા હોય છે. ઈંગ્લિશ ફૂટબોલ ક્લબના કોચ એસ્ટન વિલાને આગામી સિઝનમાં પ્રીમિયર લીગની ટોપ-10 ટીમમાં પહોંચાડવા તેમણે વિચિત્ર નિર્ણય લીધા છે, જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

કોચ બનતાં જ ફિટનેસને જોતાં સૌથી પહેલા ક્લબની કેન્ટીનમાં મળતા અનેક ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ મુકી દીધો, જેમાં ટોમેટો કેચઅપ પણ સામેલ છે. હવે ખેલાડીઓએ શું કરવું અને શું ન કરવું જેવી 18 બાબતો પર તેમણે દંડ નિર્ધારિત કર્યો છે. લિસ્ટ મુજબ ખેલાડીઓએ આ બાબતો પર દંડ ભરવો પડશે.

  • કોઈ ખેલાડી ટ્રેનિંગમાં લેટ પહોંચે છે પ્રત્યેક મિનિટના 500 પાઉન્ડ (લગભગ રૂ.48 હજાર) ભરવા પડશે.
  • ખેલાડી મેચના દિવસે ખોટા ડ્રેસમાં જોવા મળશે તેણે 100 પાઉન્ડ (લગભગ રૂ.9600)નો દંડ ભરવો પડશે.
  • ખેલાડી પોતાના જન્મદિવસે કેક લાવાનું ભૂલી ગયો તો રૂ.4 હજારનો દંડ. મેચ દરમિયાન રેડ કાર્ડ મળનારા ખેલાડીએ ચાર સપ્તાહના અંદર આખી ટીમને બહાર જમવા લઈ જવી પડશે.
  • શાવરમાં ચપ્પલ અને કેન્ટીનમાં ટેબલ પર કટલરી છોડનારા ખેલાડી પર રૂ.9600નો દંડ.
  • મિટિંગમાં લેટ માટે 19 હજાર, ટ્રેનિંગ પિચ પર કિટ છોડતાં દરેક આઈટમના રૂ.9600, ખોટું પાર્કિંગ કરવા માટે રૂ.9600, નવી ઈન્જરી થતાં બીજી સવારે 10 વાગ્યા સુધી રિપોર્ટ ન કરવા માટે 19 હજાર, ફિઝિયોથેરપી ટ્રીટમેન્ટના સમયે ગાયબ રહેવા પર રૂ.19 હજારનો દંડ ભરવો પડશે.
અન્ય સમાચારો પણ છે...