• Gujarati News
  • Sports
  • Stay Away From Social Media On Match Day Between India And Pakistan, Says It Is Necessary To Avoid Unwanted Comments From People

સાનિયા મિર્ઝાને ડર:ભારત-પાકિસ્તાન વચ્ચે મેચના દિવસે સોશિયલ મીડિયાથી દૂર રહેશે, કહ્યું- લોકોની વણજોઈતી કોમેન્ટથી બચવા માટે આ જરૂરી

2 મહિનો પહેલા
સાનિયાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે

ટી-20 વર્લ્ડ કપની આજથી શરૂઆત થઈ રહી છે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. આ મુકાબલાના દિવસે ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની છે. તેને મેચ દરમિયાન થનારા ખરાબ વર્તનથી બચવા માટે આ નિર્ણય લીધો છે. જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમયા છે ત્યારે ત્યારે સાનિયાને બંને દેશના દર્શક જોરદાર ટ્રોલ કરે છે.

સાનિયાએ શું કહ્યું?
સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન ન ગમતા અને ઝેરીલા વાતાવરણથી બચવા માટે સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ રહી છું. બાય-બાય.' સાનિયાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. શોએબ ટી-20 વર્લ્ડ કપમાં રમનારી પાકિસ્તાની ટીમનો પ્લેયર છે. પહેલા મલિકની પસંદગી ટીમમાં થઈ ન હતી, પરંતુ સોહેબ મહમૂદની જગ્યાએ તેને લેવામાં આવ્યો છે. સોહેબ પીઠમાં થયેલી ઈજાને કારણે ટી-20 વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે.

2009માં વિશ્વ કપ વિજેતા પાકિસ્તાન ટીમનો સભ્ય હતો મલિક
પાકિસ્તાનની ટીમે યૂનુસ ખાનને કેપ્ટનશિપમાં વર્ષ 2009માં વર્લ્ડ કપ જીત્યો હતો. શોએબ મલિક તે ટીમનો સભ્ય હતો. તો વર્ષે 2007માં પહેલી વખત રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં શોએબ પાકિસ્તાનની ટીમનો કેપ્ટન હતો. 2007 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારત વિરૂદ્ધ ફાઈનલમાં હાર્યું હતું. શોએબ અત્યાર સુધી રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમનો સભ્ય રહ્યો છે.

2007થી અત્યાર સુધીમાં 6 વર્લ્ડ કપ રમાયા છે. 5 વર્લ્ડ કપમાં મલિક પાકિસ્તાનની ટીમનો સભ્ય રહ્યો છે. શોએબની પાસે 22 વર્ષનો ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાનો અનુભવ છે. વર્લ્ડ કપમાં તેને 28 મુકાબલા રમ્યા છે. આ દરમિયાન તેને 32.11ની સરેરાશથી 546 રન બનાવ્યા છે.