માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું નિધન થઈ ગયું છે. રોનાલ્ડોએ 18 એપ્રિલની મોડી રાત્રે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના મેસેજમાં લખ્યું છે, ‘ખૂબ દુઃખની વાત છે કે અમારે જણાવવું પડે છે કે અમારા નવજાત પુત્રનું નિધન થઈ ગયું છે. આ કોઈપણ માતા-પિતા માટે સૌથી મોટું દુઃખ હોય છે. માત્ર અમારી બેબી ગર્લનો જન્મ અમને અત્યારની પળોમાં કંઈક આશા અને ખુશી સાથે જીવવાની તાકાત આપે છે. અમે ડોક્ટર્સ અને નર્સોનો તેમણે આપેલા સાથ માટે આભાર માનીએ છીએ. સૌને અપીલ કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારી ગોપનીયતાનો ખ્યાલ રાખે. અમારો પુત્ર દેવદૂત હતો, અમે તેને હંમેશા પ્રેમ કરીશું.’
ઓક્ટોબરમાં ટ્વિન બાળકોનાં માતા-પિતા બનવાનું એલાન કર્યુ હતું
ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પાર્ટનર જોર્જિનાએ ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તેઓ જોડિયા બાળકોનાં માતા-પિતા બનવાના છે. બંનેએ હોસ્પિટલમાંથી તસવીર પણ શેર કરી હતી. આ બંને બાળકોની ડિલિવરી સમયે પુત્રનું નિધન થઈ ગયું હતું, જ્યારે નવજાત પુત્રી જીવિત છે અને સુરક્ષિત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.