• Gujarati News
  • Sports
  • Sri Lanka Cricketers Struggling To Get Salary, Pleads Sri Lankan Board To Give Them Money; Ready To Sign Contracts

શ્રીલંકન ક્રિકેટર્સની આપવીતી:બોર્ડને લેટર લખીને કહ્યું- જાન્યુઆરીથી પગાર નથી મળ્યો; પ્લીઝ હવે તો પૈસા આપો, આના કારણે કેટલાક ખેલાડીના લગ્ન પણ અટકી ગયા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પગાર ન મળતા ખેલાડીઓ મુશ્કેલીમાં મુકાયા - Divya Bhaskar
પગાર ન મળતા ખેલાડીઓ મુશ્કેલીમાં મુકાયા
  • શ્રીલંકન ખેલાડીએ વધુમાં કહ્યું હતું કે અમે કોઇપણ કોન્ટ્રાક્ટ સાઇન કરવા તૈયાર છીએ પણ પ્લીઝ પગાર આપો
  • કેટલાક ખેલાડીઓ પાસે તો ઘરનું ભાડુ ભરવા માટે પણ પૈસા નથી

શ્રીલંકન ક્રિકેટ બોર્ડ અને ખેલાડી વચ્ચે મહિનાઓથી ચાલતા વિવાદનો કોઇ ચોક્કસ નિવેડો જ આવી રહ્યો નથી. આના કારણે એન્જેલો મેથ્યૂઝ જેવા ઓલરાઉન્ડરે પણ નિવૃત્તી લઈ લીધી છે. શ્રીલંકન ટીમના કરુણારત્ને અને કુસલ પરેરાએ પણ કોન્ટ્રાક્ટ સાઇન કરવાની ના પાડી દીધી છે. હવે આ વિવાદ યુવા ખેલાડીઓને પણ હેરાન કરી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદના કારણે ખેલાડીઓને પગાર અપાતો નથી. તેવામાં ખેલાડીઓ આર્થિક મુશ્કેલીઓની સાથે સામાજિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. ઘણા ખેલાડીઓમા આના કારણે લગ્ન પણ અટકી ગયા છે.

આ સંદર્ભે શ્રીલંકન ખેલાડીએ બોર્ડને લેટર લખ્યો હતો. જેમાં સ્પષ્ટપણે તેમને બોર્ડને કહ્યું હતું કે અમારો જાન્યુઆરીથી પગાર થયો નથી. પ્લીઝ અમને સેલેરી આપો, અમે કોઇપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે તૈયાર છીએ. અત્યારે શ્રીલંકન ખેલાડીઓ ટૂર-ટુ-ટૂર કોન્ટ્રાક્ટ પર રમી રહ્યા છે. આમાં સિરીઝ પ્રમાણે પગાર અપાય છે, મેચ દર મેચ નિશ્ચિત રકમ ખેલાડીને ચૂકવી દેવામાં આવે છે.

શ્રીલંકન ટીમ ઇંગ્લેન્ડ સામેની સિરીઝ હારી ગઈ હતી
શ્રીલંકન ટીમ ઇંગ્લેન્ડ સામેની સિરીઝ હારી ગઈ હતી

ટૂર-ટુ-ટૂર કોન્ટ્રાક્ટથી ખેલાડીને નુકસાન
આ કોન્ટ્રાક્ટમાં જો કોઇ ખેલાડીને મેચ રમવા માટે પસંદ ના કરાય તો પગાર મળતો નથી. ઇંગ્લેન્ડ અને ઈન્ડિયા સામેની સિરીઝ માટે પણ આ પ્રમાણે શ્રીલંકાની ટીમની પસંદગી કરવામાં આવી હતી. કેપ્ટન દસુન શનાકા સહિત ટીમમાં પંસદગી પામેલા ખેલાડીઓને માત્ર સિરીઝની સેલેરી મળશે.

કોન્ટ્રાક્ટ વિવાદની સીધી અસર પ્રદર્શન પર પડી
આની અસર શ્રીલંકન ટીમના પ્રદર્શન પર પડી રહી છે. શ્રીલંકન ટીમને બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝ અને ઇંગ્લેન્ડ સામેની વનડે તથા T-20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઓછામાં પુરુ શ્રીલંકન ટીમ ઈન્ડિયા સામેની પહેલી મેચ પણ હારી ગઈ છે.

શ્રીલંકન ખેલાડીઓએ 17 જુલાઈએ બોર્ડને લેટર લખ્યો. (ફાઇલ ફોટો)
શ્રીલંકન ખેલાડીઓએ 17 જુલાઈએ બોર્ડને લેટર લખ્યો. (ફાઇલ ફોટો)

17 જુલાઈના દિવસે ખેલાડીએ બોર્ડને લેટર લખ્યો
ધ મોર્નિંગ શ્રીલંકા ન્યૂઝ પેપરના આધારે, શ્રીલંકન ખેલાડીઓએ 17 જુલાઈએ બોર્ડને લેટર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે અમને નવી સિસ્ટમ અંતર્ગત 1 જાન્યુઆરી 2021 સુધી પગાર નથી મળ્યો. હવે માર્ચ મહિનાથી તો તમે નવી સિસ્ટમને પણ રદ કરી દીધી છે. અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે તમે જે કંઇ પણ નવા નિયમો લાવ્યા છો એ અંગે અમને કંઈ પણ જાણ નથી. તેથીજ અમારે લેખિતમાં નોટિસ આપવી પડી છે.

શ્રીલંકન ખેલાડી કેમ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વિરૂદ્ધ હતા?

  • શ્રીલંકન બોર્ડે પ્રદર્શનના આધારે ખેલાડીઓને કોન્ટ્રાક્ટ સાઇન કરવા જણાવ્યું હતું.
  • ખેલાડીઓનું માનવું હતું કે કામગીરી આધારિત કોન્ટ્રાક્ટમાં પારદર્શિતાનો અભાવ છે. આ યોગ્ય નિર્ણય તરફ દોરી જશે નહીં.
  • આ સાથે શ્રીલંકાના ખેલાડીઓના પગારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. કરુણારત્ને, મેથ્યુઝ જેવા ખેલાડીઓના પગારમાં 35% જેટલો ઘટાડો થયો હતો.
  • પ્રદર્શનના આધારે કેટલાક યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવતા વરિષ્ઠ ખેલાડીઓ નારાજ હતા.
  • તેમનું માનવું હતું કે SLC અને તેમના સલાહકારોએ ખેલાડીઓનું વર્ગીકરણ કરતી વખતે પારદર્શિતા જાળવી નથી.
  • ત્યારબાદ બોર્ડને ટૂર-ટુ-ટૂર કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા. આને કારણે ઘણા ખેલાડીઓનો વાર્ષિક પગાર પણ બંધ થઈ ગયો હતો.
  • કેટલાક સિનિયર ખેલાડીઓને ટૂર કોન્ટ્રાક્ટ પર સહી કરવાની ફરજ પડી હતી. કોન્ટ્રાક્ટ પર સાઇન ન કરવા માટે, બોર્ડે તેમને ધમકી આપી હતી કે તેઓ તેને ટીમમાંથી હટાવશે અને બી ટીમ પસંદ કરશે.
મુરલીધરન શ્રીલંકન ખેલાડીના નિર્ણથી નારાજ
મુરલીધરન શ્રીલંકન ખેલાડીના નિર્ણથી નારાજ

ઘણા ખેલાડીઓ કૌટુંબિક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે
શ્રીલંકાના પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને પણ આ વિવાદના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ તેમના મકાનનું ભાડુ અને પરિવારની જરૂરીયાતો પણ પૂરી કરી શકતા નથી. આ સાથે ઘણા ખેલાડીઓના લગ્ન પણ આ કારણોસર અટક્યા છે.

મુરલીધરને પણ નારાજગી વ્યક્ત કરી
શ્રીલંકન ખેલાડીએ કોન્ટ્રાક્ટ સાઇન કરવાની ના પાડતા ભૂતપૂર્વ દિગ્ગજ ઓફ સ્પિનર મુરલીધરન પણ નારાજ થયા હતા. એણે કહ્યું હતું કે વરિષ્ઠ ખેલાડીઓ યુવા ખેલાડીઓને કોન્ટ્રાક્ટ સાઇન કરવાની મંજૂરી નથી આપતા, કારણ કે તેઓ નવા કોન્ટ્રાક્ટ હેઠળ નુકસાન ભોગવી રહ્યા છે.