તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિશાનિર્દેશ:ટોક્યો ઓલિમ્પિક્સમાં 50 ટકા ક્ષમતા સાથે દર્શકોને મંજૂરી અપાઈ

ટોક્યો3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી વચ્ચે 23 જુલાઈથી ટોક્યોમાં શરૂ થઈ રહેલી ઓલિમ્પિક્સમાં હવે દર્શકોને પ્રવેશની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. ઓલિમ્પિક રમતોની આયોજન સમિતિએ સોમવારે જાહેરાત કરતા કહ્યું કે, આયોજન સ્થળમાં ક્ષમતાના 50 ટકા ભાગમાં અને વધુમાં વધુ 10,000 દર્શકોને પ્રવેશ આપવામાં આવશે.

જોકે, આ દર્શકો સ્થાનિક જ રહેશે. આ સાથે જ સમિતિએ ખેલાડીઓ માટે પણ કેટલાક નવા દિશાનિર્દેશ બહાર પાડ્યા છે, જેના અનુસાર ખેલાડી ખેલ ગાંવમાં રહીને શું કરી શકે છે અને શું નહીં કરી શકે તેનું એક લીસ્ટ બનાવાયું છે. આ સાથે જ પેરાલિમ્પિક્સ રમતોમાં દર્શકોની હાજરી અંગેનો નિર્ણય 16 જુલાઈના રોજ યોજનારી બેઠકમાં લેવાશે. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં 20 હજાર દર્શકોને હાજર રહેવા દેવાનો નિર્ણય અગાઉ લેવાયો હતો.

33 વર્ષમાં પ્રથમ વખત કોન્ડોમ નહીં વહેંચાય
ઓલિમ્પિક સમિતિના નવા નિયમો અનુસાર ખેલાડીઓને કોન્ડોમ આપવામાં નહીં આવે. જાપાનની સમાચાર એજન્સી ક્યોડો અનુસાર ઓલિમ્પિક સમિતિએ ખેલાડીઓને તેમના રહેવા દરમિયાન કોન્ડોમ આપવાનો ઈનકાર કર્યો છે. આ કોન્ડોમ તેઓ જ્યારે ઓલિમ્પિક પૂરી થયા પછી ઘરે પાછા જતા હશે ત્યારે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 1988ની સિયોલ ઓલિમ્પિક્સ દરમિયાન એઈડ્સની જાગૃતિ ફેલાવવા માટે ખેલાડીઓને કોન્ડોમ આપવાની પ્રથા શરૂ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...