તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂટબોલ:સ્પેનિશ લીગ: બાર્સિલોના 29 વર્ષ પછી કાડિઝ સામે હાર્યું

લંડન4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્પેનિશ લિગ લા લિગાની એક મેચમાં કાડિઝે બાર્સિલોનાને 2-1થી હરાવ્યું હતું. કાડિઝ આ સિઝનમાં પ્રમોટ થઈને ટોપ ડિવિઝનમાં આવ્યું છે. તેના માટે અલ્વારો જિમિનેઝે આઠમા અને અલ્વારો નેગ્રેડોએ 63મી મિનિટે ગોલ કર્યા હતા. 57મી મિનિટે કાડિઝના જ પેડ્રો અલ્કાલાએ ઓન ગોલ કર્યો. બાર્સિલોનાને 1991 પછી પહેલીવાર કાડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો છે. 10 મેચમાં 14 પોઈન્ટ સાથએ બાર્સિલોના ટેબલમાં સાતમા નંબરે છે.

સિઝનમાં ટીમ અત્યાર સુધી ચાર મેચ હારી ચૂકી છે. જ્યારે ઈંગ્લિશ પ્રીમિયર લિગમાં પછડાયા પછી ચેલ્સીએ લીડ્સ યુનાઈટેડને 3-1થી હરાવ્યું. પેટ્રિક બેમફોર્ડે ચોથી મિનિટમાં ગોલ કરીને લીડ્સને સરસાઈ અપાવી. ચેલ્સી માટે ગિરાઉડે 27મા, જાઉમાએ 61મા અને પુલિસિચે ઈંજરી ટાઈમ (90+3)માં ગોલ કર્યા. જીત સાથે જ ચેલ્સી ઈપીએલ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. પહેલીવાર ચેલ્સીના ઘરેલુ મેદાનમાં ફેન્સને એન્ટ્રી મળી. લીગના અન્ય એક મુકાબલામાં માન્ચેસ્ટર યુનાઈટેડે વેસ્ટ હેમ યુનાઈટેડને 3-1થી હરાવ્યું.

અન્ય મેચના પરિણામ
માન્ચેસ્ટર સિટીએ ફુલ્હમને 2-0થી હરાવ્યું { યુવેન્ટસે ટોરિનોને 2-1થી હરાવ્યું { બાયર્ન મ્યુનિક અને લિપજિગની મેચ 3-3થી ડ્રો { રિયલ મેડ્રિડે સેવિલાને 1-0થી હરાવ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો