• Home
  • Sports
  • Spain's athletes raise Rs 90 crore fund on Nadal's appeal, English cricketers turn pub into restaurant and grocery store

સંકટ સમયે મદદગાર હાથ / સ્પેનના એથલીટ્સે 90 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું, તેંડુલકરે 50 લાખ રૂપિયા ડોનેટ કર્યા; ધોનીએ 1 લાખનું દાન કર્યું? સાક્ષીએ ટ્વીટ કરીને કહ્યું- ખોટા સમાચાર આપવાનું બંધ કરો!

એમએસ ધોની અને સચિન તેંડુલકરનો ફાઇલ ફોટો.
રફેલ નડાલ 19 ગ્રાન્ડસ્લેમ જીતનાર બીજો ખેલાડી છે. -ફાઇલ ફોટો
રફેલ નડાલ 19 ગ્રાન્ડસ્લેમ જીતનાર બીજો ખેલાડી છે. -ફાઇલ ફોટો
X
રફેલ નડાલ 19 ગ્રાન્ડસ્લેમ જીતનાર બીજો ખેલાડી છે. -ફાઇલ ફોટોરફેલ નડાલ 19 ગ્રાન્ડસ્લેમ જીતનાર બીજો ખેલાડી છે. -ફાઇલ ફોટો

  • ઇંગ્લિશ ક્રિકેટર્સે પબને રેસ્ટોરન્ટ અને ગ્રોસરી સ્ટોરમાં બદલ્યા
  • યુકેના બોક્સર આમિર ખાને દર્દીઓ માટે પોતાની 4 માળની બિલ્ડિંગ હેલ્થ સર્વિસને આપવાની ઓફર કરી
  • ભારતીય ખેલાડી પી.વી.સિંધુએ આંધ્રપ્રદેશ-તેલંગણાના સીએમ રિલીફ ફંડમાં 5-5 લાખ રૂપિયાનું દાન કર્યુ

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 06:26 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: જ્યારે કોરોનાવાઇરસને કારણે વિશ્વભરના તમામ પ્રોફેશનલ સ્પોર્ટ્સ બંધ છે, ત્યારે ઘણા ખેલાડીઓ અને ક્લબ પોતાના સ્તરે મદદ કરી રહ્યા છે. સ્પેનમાં ગુરુવાર સુધીમાં 56 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 4000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં. આ સમયે, દેશનો ટેનિસ સ્ટાર રાફેલ નડાલ આગળ આવ્યો. તેણે દેશના તમામ એથલીટ્સને દાન કરવા અને મદદ કરવા વિનંતી કરતો એક વીડિયો રજૂ કર્યો. આ પછી, કોરોનાથી લડવા માટે 11 મિલિયનથી વધુ યુરો (90 કરોડ રૂપિયા)નું ફંડ ભેગું થયું આવ્યા છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે. સચિને પ્રાઈમ મિનિસ્ટર રિલીફ ફંડ અને ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં 25-25 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.

ધોનીએ 1 લાખનું દાન કર્યું? સાક્ષીએ ટ્વીટ કરીને કહ્યું- ખોટા સમાચાર આપવાનું બંધ કરો!
આજે સમાચાર ફરતા થયા છે કે, પૂર્વ કપ્તાન એમએસ ધોનીએ એક NGOના માધ્યમથી પુણેના દૈનિક મજૂરો માટે 1 લાખ રૂપિયાનું દાન કર્યું. આ સમાચારથી ફેન્સે ગુસ્સે થતા પૂછ્યું કે 800 કરોડની નેટ વર્થ ધરાવતા ધોનીએ આ કેવું દાન કર્યું છે?

ધોનીની વાઈફ સાક્ષીએ ટ્વીટ કરીને કહ્યું કે, "હું બધા મીડિયા હાઉસને વિનંતી કરું છું કે આવા સંવેદનશીલ સમયે ખોટા સમાચાર આપવાનું બંધ કરે! તમને શરમ આવી જોઈએ ! મને આશ્ચર્ય થાય છે કે જવાબદાર પત્રકારત્વ ક્યાં ગાયબ થઈ ગયું છે!

ઇંગ્લેન્ડના ઘણા ક્રિકેટરોએ તેમના પબને રેસ્ટોરન્ટ્સ અને કરિયાણાની દુકાનમાં પરિવર્તિત કર્યા છે. આ ક્રિકેટરો 70 વર્ષથી વધુ ઉંમરના અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને નિ: શુલ્ક ડિલિવરી સેવા પણ પ્રદાન કરી રહ્યા છે.


કેટલીક ઇંગ્લિશ ક્લબોએ તેમના સ્ટેડિયમ નેશનલ હેલ્થ સર્વિસ માટે ખોલ્યા છે. ક્રિકેટર્સ સ્ટુઅર્ટ બ્રોડ, અપર બ્રોટન અને હેરી ગર્ને તેમના  મેલ્ટન મોબ્રેમાં આવેલા પબને કરિયાણાની દુકાનમાં પરિવર્તિત કર્યા છે. તેમજ પબની રેસ્ટોરન્ટ પણ ખોલી છે, જ્યાંથી લોકો ભોજન લઈ શકે છે.


આ પોતાના લોકોને મદદ કરવાની તક છે
બ્રોડ કહે છે, "આ મુશ્કેલ સમયમાં પોતાના લોકોની મદદ કરવાની અમને તક મળી છે.  અમે ખૂબ કાળજી રાખીએ છીએ. સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા લોકો વોટફોર્ડના પ્રીમિયર લીગ ક્લબ પાસે વોટફોર્ડ જનરલ હોસ્પિટલ નજીક સ્થિત સ્ટેડિયમમાં દર્દી રહી શકે છે. તેઓએ ચાઇલ્ડકેર સુવિધા પણ પૂરી પાડી છે. ચેલ્સી ક્લબ દ્વારા હોસ્પિટલના કર્મચારીઓને તેની મિલેનિયમ હોટેલમાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

મૈકગ્રેગોરે 8 કરોડ રૂપિયા આપ્યા
બ્રિટિશ બોક્સર આમિર ખાન પણ મદદ માટે આગળ આવ્યો છે. તેમણે હેલ્થ સર્વિસ અને દર્દીઓ માટે પોતાની 60,000 સ્કવેર ફીટની 4 માળની બિલ્ડિંગ ઓફર કરી છે. મિક્સડ માર્શલ આર્ટિસ્ટ કોનોર મૈકગ્રેગોરે હોસ્પિટલના સ્ટાફ માટે સાધનો ખરીદવા માટે એક મિલિયન યુરો (આશરે 8 કરોડ રૂપિયા) આપ્યા છે.

બ્રાઝીલના મરકાના ફૂટબોલ સ્ટેડિયમને હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યું છે. ત્યાં કોરોના સંક્રમિતની સારવાર કરવામાં આવે છે. બ્રાઝીલમાં ગુરુવાર સુધીમાં 2900થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

સિંધુએ 10 લાખ રૂપિયા ડોનેટ કર્યા
ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ આંધ્રપ્રદેશ અને તેલંગણાના સીએમ રિલીફ ફંડમાં 5-5 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ દૈનિક કમાતા કર્મચારીઓ માટે ફંડ રેઝિંગ કેમ્પન શરૂ કર્યો છે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશને સીએમ રિલીફ ફંડમાં 50 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી