પોર્ટુગલે પ્રેક્ટિસ મેચમાં નાઈજીરિયાને 4-0થી હરાવ્યું:સ્પેન અને આર્જેન્ટિનાની ટીમ ફિફા વર્લ્ડ કપ રમવા દોહા પહોંચી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કતારમાં 2 દિવસ પછી ફિફા વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. તમામ ટીમ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. તેમની તૈયારીઓની ઝલક અહીં પ્રેક્ટિસ સેશનમાં જોવા મળી રહી છે.

શુક્રવારે પોર્ટુગલે નાઈજીરિયાને 4-0થી હરાવ્યું હતું. વર્લ્ડ કપના લીગ તબક્કામાં પોર્ટુગલની પ્રથમ ગ્રુપ મેચ 24 નવેમ્બરે ઘાના સામે છે.

આ દરમિયાન સ્પેન અને આર્જેન્ટીનાની ટીમ પણ દોહાના હમાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. તેની સાથે આર્જેન્ટિનાના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનેલ મેસ્સી પણ હતો.

રોનાલ્ડોએ કોચ પર આક્ષેપ કર્યો, કહ્યું- એરિકે મને ભડકાવ્યો
પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના મેનેજર એરિક ટેન હાગ પર મોટો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું હતું કે ગયા મહિને 19 ઓક્ટોબરે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ટોટનહામ સામે રમાયેલી મેચમાં હાગે મને ઉશ્કેર્યો હતો.

ટોક ટીવીએ રોનાલ્ડોની મુલાકાતનો ત્રીજો ભાગ પ્રસારિત કર્યો હતો. તેમાં રોનાલ્ડોએ કહ્યું હતું કે 'મને લાગે છે કે તેણે જાણી જોઈને આવું કર્યું છે. હું ગુસ્સે થઈ રહ્યો હતો. હું તેને માન આપતો નથી કારણ કે તે પણ સામે મને માન આપતો નથી.'

મેસ્સીએ 91મો આંતરરાષ્ટ્રીય ગોલ ફટકાર્યો, આર્જેન્ટિનાએ UAE સામે 5-0થી એકતરફી જીત મેળવી
આર્જેન્ટિનાની ટીમે બુધવારે બે દિવસ પહેલા પ્રેક્ટિસ મેચમાં UAE સામે 5-0થી એકતરફી જીત નોંધાવી હતી. તે મેચમાં સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ હાફ ટાઈમ
પહેલા ચોથો ગોલ કર્યો હતો. આ ગોલની મદદથી મેસ્સીના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા 91 પર પહોંચી ગઈ હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવામાં તે પોર્ટુગલના
સ્ટાર ફૂટબોલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (117)થી પાછળ છે.

હવે ફોટામાં જુઓ... ટીમનું આગમન
વર્લ્ડ કપ રમવા માટે સ્પેનની ટીમ શુક્રવારે હમાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી હતી. તે પહેલા આર્જેન્ટિનાની ટીમ લિયોનેલ મેસ્સી સાથે પહોંચી હતી.

સ્પેનની ટીમ...

આર્જેન્ટિનાની ટીમ...