• Gujarati News
  • Sports
  • Sourav Ganguly Becomes ICC Cricket Committee Chairman, Replacing Anil Kumble

નિમણૂંક:સૌરવ ગાંગુલી ICC ક્રિકેટ કમિટીના અધ્યક્ષ બન્યા, અનિલ કુંબલેનું લેશે સ્થાન

દુબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનિલ કુંબલે નવ વર્ષ સુધી આ પદે રહ્યાં છે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ICC મેંસ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે અનિલ કુંબલેની જગ્યા લેશે. તે નવ વર્ષ સુધી આ જ પદ પર રહ્યાં છે. કુંબલે ત્રણ-ત્રણ વર્ષના ત્રણ કાર્યકાળ પુરા કરી ચૂક્યા હતા. હવે તે આ પદ પર આનાથી વધુ સમય સુધી રહી શકે તેમ જ નહોતા. કુંબલે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નજીકના વ્યક્તિ રહ્યાં છે, તે ભારતના ટેસ્ટ કેપ્ટન પણ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ ખેલની પરિસ્થિતિઓ અને નિયમોની દેખરેખ કરે છે.

ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે ગાંગુલી
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં કરવામાં આવે છે. વર્ષ 1996માં લોર્ડસ પર ડેબ્યુ કરતા તેમણે ઈંગ્લેન્ડની વિરુદ્ધ સેન્ચુરી લગાવી હતી. ગાંગુલીએ 49 ટેસ્ટ અને 146 વન-ડે મેચમાં ભારતની કેપ્ટનશીપ કરી. ભારતીય ટીમને વિદેશી ધરતી પર લડવાનું સૌરવ ગાંગુલીએ જ શીખવાડ્યું હતું. તેમણે તેમની કેપ્ટનશીપમાં 49 ટેસ્ટ મેચમાંથી 21માં જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે 146 વનડેમાંથી 76 મેચને જીતવામાં તે સફળ રહ્યાં હતા.

સૌરવ ગાંગુલીનું ક્રિકેટ કરિયર
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ મેચ રમી હતી. તેમાં 7212 રન બનાવ્યા. ટેસ્ટમાં ગાંગુલીના નામે 16 સેન્ચુરી અને 35 હાફસેન્ચુરી નોંધાઈ છે. ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં 239 રન તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો. તેમણે 311 વનડે મેચમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. વનડેમાં તેમણે 11363 રન બનાવ્યા. વનડે મેચમાં ગાંગુલીનો બેસ્ટ સ્કોર 183 રનનો રહ્યો. વનડે મેચમાં ગાંગુલીએ 22 સેન્ચુરી સહિત 72 અડધી સદી ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...