• Gujarati News
  • Sports
  • Some Scientist, Some Teacher Has Reached The World Cup For The First Time Playing Hockey Part Time

પૈસા ભેગા કરીને આવી છે વેલ્સની ટીમ:કોઈ સાઇન્ટિસ્ટ, કોઈ ટિચર પાર્ટ ટાઇમ હોકી રમીને પહેલીવાર વર્લ્ડ કપમાં પહોંચ્યા છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

હોકી વર્લ્ડ કપમાં આજે ભારતનો સામનો વેલ્સની સામે થશે. ટીમ ઈન્ડિયા 2 મેચમાં 4 પોઇન્ટ્સ લઈને ક્વારઅટર ફાઈનલમાં પહોંચાવાની રેસમાં છે. તો વેલ્સની ટીમ આની પહેલા સતત બે મેચ હારીને નોકઆઉટની રેસમાંથી બહાર થવાની નજીક જ છે. આમ છતાં વેલ્સની ટીમે આ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થવામાં જ સફળતા મેળવી લીધી છે.

કારણ કે વેલ્સની ટીમમાં મોટાભાગના ખેલાડીઓ માટે માત્ર હોકી રમવું જ એ જીવન નથી. આ ટીમમાં ઘણા ખેલાડીઓ અન્ય કામો પણ કરે છે. આ ટીમમાં કોઈ સાઇન્ટિસ્ટ, તો કોઈ ઇન્જીનિયર છે. અમુક તો સ્કુલ ટિચર્સ છે. એટલે કે આ ટીમમાં મોટાભાગના પ્લેયર્સ જોબ કરે અને પાર્ટટાઇમ હોકી રમે છે. આ ટીમે ખૂબ જ જોશ સાથે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય તો કરી લીધું હતું. પરંતુ ભારત આવવા માટે ટીમની પાસે પૈસા નહોતા. તેઓએ સાથે મળીને પૈસા ભેગા કરીને ભુવનેશ્વર સુધી આવ્યા છે.

દરેક ખેલાડીઓ દર વર્ષે ટીમમાં 1 લાખ રૂપિયા રૂપિયા આપે છે
વેલ્સની હોકી ટીમને તેમની સરકાર તરફથી અથવા તો ત્યાના કોઈ કોર્પોરેટ સાઇડથી મદદ મળતી નથી. ગેમનો પૂરો ખર્ચ બધા જ પ્લેયર્સ દર વર્ષે 1-1 હજાર પાઉન્ડ (અંદાજે 1-1 લાખ રૂપિયા)નું કોન્ટ્રીબ્યૂશન આપે છે. જેનાથી હોકી સ્ટિક, બોલ, અન્ય ઇક્વિપમેન્ટના ખર્ચા કાઢી શકાય. થોડાક વર્ષો પહેલા આ ટીમ ટૉપ-30માં નહોતી. પરંતુ હવે તેઓની ટીમ ટૉપ-15માં છે. સતત સારું પ્રદર્શન કરીને તેઓએ ઈતિહાસ રચતા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લીધું છે. જોકે ક્વોલિફાય કર્યા પછી ભારત કેવી રીતે આવે? ટીમની પાસે એટલા પૈસા તો નહોતા, કે ભારત જાવાનો ખર્ચ કાઢી શકાય!

ક્રાઉડ ફંડિંગની મદદ લીધી
વેલ્સની ટીમે પોતાના દેશના લોકોને મદદની અપીલ કરી હતી. ક્રાઉડ ફંડિંગ માટે પૈસા ભેગા કરીને ભારત આવવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ અંદાજે 25,000 પાઉન્ડ (અંદાજે 25 લાખ રૂપિયા)નો ટાર્ગેટ રાખ્યો હતો. જોકે કલેક્શન ટાર્ગેટથી ખૂબ જ ઓછી રકમ ભેગી કરી શક્યા હતા. ટીમને ક્રાઉડ ફંડિંગથી 5 લાખ રૂપિયા મળ્યા હતા. પછી બધા જ પ્લેયર્સે પોતાના પૈસા ભેગા કર્યા અને વર્લ્ડ કપ રમવાનું સપનું પુરુ્ં કર્યું હતું.

પ્રેક્ટિસ માટે સેલેરી પણ કપાઈ જાય છે
વેલ્યની હોકી ટીમના કેપ્ટન રૂપર્ટ શિપ્લેએ ભાસ્કરને જણાવ્યું હતું કે તેમની ટીમમાં એક બાયો સાઇન્ટિસ્ટ અને એક એન્જીનિયર પણ છે. ત્રણ ખેલાડીઓ તો સ્કુલમાં પણ ભણે છે. એક પ્લેયર જીમ ટ્રેનર છે. અને એક ન્યૂટ્રિશનિસ્ટનું કામ કરે છે. આ પ્લેયર્સ માટે ડેઇલી પ્રેક્ટિસ કરવું અઘરું હોય છે. આ લોકો સોમવારથી શુક્રવારે પોત-પોતાની જોબમાં લાગેલા હોય છે. શનિવાર અને રવિવારે વેલ્સની રાજધાની કાર્ડિફમાં લાગેલા હોય છે અને પછી હોકીની પ્રેક્ટિસ કરતા હોય છે. કોઈપણ મોટી ટૂર્નામેન્ટની પહેલા સારી પ્રેક્રિટસ માટે તેને ઑફિસેથી છૂટી લેવી પડશે. આના માટે તેઓને સેલેરીનો ભોગ પણ આપવો પડે છે.

ટીમના એક ખેલાડી લંડનના સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ક્લિનિકલ વૈસ્કુલર સાઇન્ટિસ્ટના રૂપમાં કામ કરે છે. ભાસ્કર સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે અઠવાડિયામાં લગભગ 45 કલાક ડ્યૂટી કર્યા બાદ તે 2 દિવસ પ્રેક્ટિસ માટે પણ કાઢે છે. દેશમાં પણ આ રમત બહુ પ્રખ્યાત નથી. આ ડ્યૂટી પછીની પ્રેક્ટિસને વધુ પડકારરૂપ બનાવે છે.

વેલ્સ હોકી ટીમના કેપ્ટન રુપર્ટ શિપ્લેએ જણાવ્યું કે તેમની ટીમમાં એન્જિનિયર, વૈજ્ઞાનિક, ન્યુટ્રિશનિસ્ટ, શિક્ષકો અને પ્રોફેસરો પણ સામેલ છે.
વેલ્સ હોકી ટીમના કેપ્ટન રુપર્ટ શિપ્લેએ જણાવ્યું કે તેમની ટીમમાં એન્જિનિયર, વૈજ્ઞાનિક, ન્યુટ્રિશનિસ્ટ, શિક્ષકો અને પ્રોફેસરો પણ સામેલ છે.

દેશમાં માત્ર એક જ મેદાન, માત્ર 400 દર્શકોની જગ્યા
વેલ્સ ટીમના કોચે કહ્યું હતું કે તેમની પાસે હોકી માટે વધુ સુવિધાઓ નથી. કાર્ડિફમાં માત્ર એક જ મેદાન છે, જ્યાં વધુમાં વધુ 400 લોકો મેચ જોઈ શકે છે. મોટાભાગના ખેલાડીઓ માત્ર શોખ માટે જ હોકી રમે છે. છેલ્લા 6-7 વર્ષથી એક ગ્રુપ સતત હોકી રમી રહ્યું છે. દર શુક્રવાર અને શનિવારે તેઓ પ્રેક્ટિસ કરવા કાર્ડિફ આવે છે. બધા સોમવારે કામ પર પાછા જાય છે.

વેલ્સ હોકી ટીમના મોટાભાગના ખેલાડીઓ પાર્ટ ટાઇમ હોકી રમે છે. મોટી ટૂર્નામેન્ટ પહેલા તેઓ શુક્રવાર અને શનિવારે 2 દિવસ પ્રેક્ટિસ કરે છે.
વેલ્સ હોકી ટીમના મોટાભાગના ખેલાડીઓ પાર્ટ ટાઇમ હોકી રમે છે. મોટી ટૂર્નામેન્ટ પહેલા તેઓ શુક્રવાર અને શનિવારે 2 દિવસ પ્રેક્ટિસ કરે છે.

ટીમમાં ત્રણ ખેલાડીઓ પ્રોફેશનલ
વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ અથવા યૂરોપિયન ટૂર્નામેન્ટમાં બ્રિટનમાં સામેલ બધા જ ભાગો ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડ અલગ -અલગ રમે છે. ઓલિમ્પિકમાં બ્રિટનની એક ટીમ બને છે. હાલની વેલ્સની ટીમમાં ત્રણ ખેલાડીઓ બ્રિટનની ટીમનો ભાગ પણ છે. તેઓ પ્રોફેશનલ હોકી પ્લેયર છે. આ ત્રણેય પ્લેયર્સમાંથી એક ટૉબી રેનૉલ્ડ્સે ભાસ્કરને જણાવ્યું હતું કે હોકી તેમના ફુલ ટાઇમ કામ છે. બ્રિટનની હોકી ટીમમાં 35 પ્લેયર્સ છે. 31 ઇંગ્લેન્ડ, 3 વેલ્સ અને એક પ્લેયર આયર્લેન્ડમાંથી છે. ઇંગ્લિશ અને આયરિશ પ્લેયર્સની સાથે હોકી રમવાથી ઘણું શીખવાનું મળ્યું છે અને ગેમ પણ ઇમ્પ્રુવ થાય છે. બ્રિટનની સાથે રમીને જે શીખ્યું છે તે વેલ્સની ટીમના અન્ય પ્લેયર્સની સાથે શેર કરીએ છીએ.

વેલ્સ હોકી ટીમના ત્રણ ખેલાડીઓ પણ ઓલિમ્પિકમાં ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રેટ બ્રિટન પાસે 35 ખેલાડીઓની ટીમ છે. તેમાંથી 31 ખેલાડી ઇંગ્લિશ છે અને એક ખેલાડી આયરિશ છે. (ફોટો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ Vs વેલ્સ મેચ. ઇંગ્લેન્ડે 5-0થી મેચ જીતી હતી.)
વેલ્સ હોકી ટીમના ત્રણ ખેલાડીઓ પણ ઓલિમ્પિકમાં ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રેટ બ્રિટન પાસે 35 ખેલાડીઓની ટીમ છે. તેમાંથી 31 ખેલાડી ઇંગ્લિશ છે અને એક ખેલાડી આયરિશ છે. (ફોટો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ Vs વેલ્સ મેચ. ઇંગ્લેન્ડે 5-0થી મેચ જીતી હતી.)

વેલ્સે 115 વર્ષ પહેલા ઓલિમ્પિક મેડલ જીત્યો
વેલ્સની ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમી રહી છે, પરંતુ તેને પ્રથમ વખત અલગ દેશ તરીકે ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક મળી હતી. વેલ્સે 1908 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ જીત બાદ ટીમનો ખરાબ તબક્કો શરૂ થયો. ટીમ ઓલિમ્પિકમાં ગ્રેટ બ્રિટનનો ભાગ બની હતી. તે ચોક્કસપણે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લે છે, પરંતુ અત્યારસુધી કોઈ મેડલ જીતી શકી નથી.

ભારત અને વેલ્સ વચ્ચેની ગ્રુપ સ્ટેજની મેચ આજે સાંજે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને વેલ્સ વચ્ચેની ગ્રુપ સ્ટેજની મેચ આજે સાંજે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાશે.
અન્ય સમાચારો પણ છે...