તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Skipper Sunil Chhetri Says: England Have A Home Advantage, Italy Have An Advantage In An Aggressive Game, Ronaldo Can Still Play In The Next Euro Cup

ભાસ્કર ઇન્ટરવ્યૂ:સુકાની સુનિલ છેત્રીએ કહ્યું: ઇંગ્લેન્ડને હોમ એડવાન્ટેજ, આક્રમક રમતમાં ઇટાલીને ફાયદો, રોનાલ્ડો હજુ આગામી યુરો કપ રમી શકે છ

ભોપાલ13 દિવસ પહેલાલેખક: રાજકિશોર
  • કૉપી લિંક
  • સુનિલ છેત્રીએ યુરો કપમાં ઇંગ્લેન્ડ અને ઇટાલી વચ્ચેની ફાઇનલ પર ચર્ચા કરી

યુરો કપ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રવિવારે લંડનના વેમ્બલે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને ઇટાલી વચ્ચે રમાશે. ઇંગ્લેન્ડની ટીમ પહેલીવાર આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. તો ઇટાલી 1966ની ચેમ્પિયન ટીમ છે. સાથે જ વર્ષ 2000 અને 2012 માં પણ આ ટુર્નામેન્ટમનાં ઉપવિજેતા બની હતી. આ મેચને લઇને ભારતીય ફૂટબોલ ટીમના સુકાની સુનિલ છેત્રીએ કહ્યું કે ઇંગ્લેન્ડને પોતાના ચાહકોનો ફાયદો મળશે. પણ જો ફાઇનલમાં બંને ટીમ આક્રમક રણનીતિથી રમશે તો ઇટાલીને ફાયદો થશે.

ફાઇનલમાં કોનું પલ્લું ભારે?
બંને ટીમ મજબૂત છે. ઇંગ્લેન્ડ જરૂર પહેલીવાર ફાઇનલ મેચ રમશે, પણ તેને નબળી આંકવી ભુલ રહેશે. ફાઇનલમાં જે ટીમ પહોંચે છે તે ટીમ નબળી નથી હોતી. જો બંને ટીમ અટેકની રણનીતિથી રમશે તો ઇટાલીને વધુ ફાયદો થશે. ઇટાલી પાસે ઘણા ખેલાડીઓ પાસે ગોલ કરવાની ક્ષમતા છે.

શું આ રોનાલ્ડોનો અંતિમ યુરો કપ હતો?
તમને અને આપણને લાગે છે કે રોનાલ્ડોની આ અંતિમ ટુર્નામેન્ટ હતી. પણ તે ઘણો ફિટ છે અને આવતો યુરો કપ પણ રમશે તો કોઇ નવાઇ નહીં થાય. રોનાલ્ડો ફિટનેસ પર વધુ ધ્યાન આપે છે. મને લાગે છે કે તે લાંબા સમય સુધી રમી શકે છે.

ઇંગ્લેન્ડની આ ટુર્નામેન્ટમાં સુકાની હેરી કેનનો કેટલો મોટો રોલ રહ્યો છે?
તેણે અત્યાર સુધી 4 ગોલ કર્યા છે. ડેનમાર્ક સામે સેમી ફાઇનલમાં તેની મહત્વની ભુમિકા રહી હતી. ફાઇનલમાં પણ તેના પર મહત્વપુર્ણ જવાબદારી રહેશે. દરેક ટીમ પોતાના દર્શકો સામે રમવાનો ફાયદો થાય છે.

કોઇ ઇટાલિયન ફોરવર્ડ ફોર્મમાં જોવા ન મળ્યા. તમે શું કહેશો?
ઇમોબિલ ફોર્મમાં ન હતો. તે ઘણું હાર્ડવર્ક કરે છે. પણ ઘણીવાર ગોલની તક ઉભી નથી કરી શકતો. પણ ઇન્સિન્યે અને કિએસા ફોર્મમાં છે. બંને ટુર્નામેન્ટ ગોલ કરવામાં સફળ પણ રહ્યા છે.

યુરો કપ, કોપા અમેરિકામાં તમારો ફેવરિટ ખેલાડી?
યુરો કપમાં રોનાલ્ડો અને કોપા અમેરિકામાં મેસી ફેવરીટ છે. હું કોપા અમેરિકાની ઘણી મેચ જોઇ નથી શક્યો. પણ મે મેસીની દરેક મેચની હાઇલાઇન્ટ જોઇ છે.

અન્ય સમાચારો પણ છે...