તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Sitsipas Became The First Player To Win 50 Matches This Year, Entering The Third Round

યુએસ ઓપન:સિતસિપાસ ચાલુ વર્ષે 50 મેચ જીતનાર પહેલો ખેલાડી બન્યો, ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

ન્યુયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીસના સિતસિપાસે મનારિનોને 6-3, 6-4, 6-7, 6-0થી હરાવ્યો

ગ્રીસના ટેનિસ ખેલાડી સ્ટીફાનોસ સિતસિપાસ સતત બીજીવાર યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. સિતસિપાસ બીજા રાઉન્ડમાં ફ્રાન્સના એડ્રિયન મનારિનોને 6-3, 6-4, 6-7, 6-0થી હરાવ્યો. આ સિતસિપાસની આ વર્ષમાં 50મી જીત છે. તે 2021 માં 50 એટીપ ટુર મેચ જીતનાર વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે.

23 વર્ષના સિતસિપાસે રેકોર્ડ 27 એસ ફટકારી. હવે તેનો સામનો સ્પેનના કાર્લોસ અલ્કારેજ ગાર્ફિયા સામે થશે. જોકે સિતસિપાસ મેચ સમયે લાંબા ટોયલેટ બ્રેકના કારણે ફરી એકવાર ચાહકોના નિશાના પર આવ્યો હતો. મેચમાં તેણે 8 મિનિટનો લાંબો ટોયલેટ બ્રેક લીધો હતો. પહેલા રાઉન્ડમાં મેચમાં એન્ડી મરે સામેની મેચમાં પણ તેની બ્રેકના કારણે આલોચના થઇ હતી.

પુર્વ ચેમ્પિયન મરેએ પણ આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે તેનાથી સિતસિપાસના પ્રદર્શન પર કોઇ ફરક પડ્યો ન હતો. જ્યારે તેને લાંબા બ્રેક વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ત્રીજા સેટ બાદ તે પરસેવાથી લતપથ થઇ ગયો હતો અને તેને રિફ્રેશ થવું હતું.

સબાલેન્કા - પુર્વ ચેમ્પિયન સ્ટીફંસ ત્રીજા રાઉન્ડમાં પહોંચી: મહિલા સિગલ્સમાં આર્યના સબાલેન્કા અને ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બારબરા ક્રાજિકોવા અને પુર્વ ચેમ્પિયન સ્લોએન સ્ટીફન્સ સતત સેટમાં જીતને ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે.

બેલારુસની સબાલેન્કાએ તમારા જિડેનસેકને 6-3, 6-1થી ચેક રિપબ્લિકની ક્રાજિકોવાને અમેરિકાની ક્રિસ્ટીના મેક્હાલેને 6-3, 6-1 અને 2017 ની ચેમ્પિયન અમેરિકાની સ્ટીફન્સે પોતાના જ દેશની કોકો ગોફને 6-4, 6-2થી હરાવી.

અન્ય સમાચારો પણ છે...