• Gujarati News
  • Sports
  • Singapore's Tim David Gets Place, David Warner Rested For Series Against India

T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર:સિંગાપોરના ટિમ ડેવિડને મળ્યુ સ્થાન, ભારત સામેની સિરીઝમાં ડેવિડ વોર્નરને આરામ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ડોર એરોન ફિંચના હાથમાં રહેશે. જ્યારે વાઇસ કેપ્ટન તરીકે પૈટ કમિન્સ છે. ગયા વર્ષે UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. તે વખતની ટીમમાંથી એક બદલાવ કરવામાં આવ્યો છે. સ્પિનર મિચેલ સ્વેપસનની જગ્યાએ ઓલરાઉન્ડર ટિમ ડેવિડને ટીમમાં સ્થાન મળ્યુ છે. તો ભારત સામે 20 સપ્ટેમ્બરથી શરૂ થનારા T20 સિરીઝ માટે પણ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

ભારત સામેની સિરીઝમાં વોર્નરને આરામ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરને ભારત સામેની સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ તે સિરીઝમાં કૈમરુન ગ્રીન ટીમનો ભાગ છે. T20 વર્લ્ડ કપ અને ભારત સામેની સિરીઝ માટે સિલેક્ટ કરવામાં આવેલી ટીમમાં સ્ટીવ સ્મિથને પણ જગ્યા મળી છે. T20 ક્રિકેટમાં સ્મિથનું પ્રદર્શન ખાસ નથી. તેવામાં માનવામાં આવી રહ્યુ છે હતુ કે તે ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ નહિ હોય, પરંતુ તેના ઉપર ફરી એકવાર ઓસ્ટ્રેલિયન સિલેકટર્સે ભરોસો રાખ્યો છે. અને તેનો ટીમમાં સમાવેશ કર્યો છે.

ટિમ ડેવિડ માર્ચ 2020 સુધી તો સિંગાપોરની ટીમ તરફથી રમતો હતો. તેણે સિંગાપોર તરફથી 11 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂકી છે. તે આ વર્ષે IPLમાં પણ નજરે ચડ્યો હતો અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 9 મેચ રમી હતી. તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે ટિમ ડેવિડને ICCના નિયમ પ્રમાણે તત્કાલ પ્રભાવથી ઓસ્ટ્રેલિયા માટે રમવાની મંજૂરી મળી ગઈ છે.

આ રહી ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ માટેની ટીમ
એરોન ફિંચ (કેપ્ટન), મૈથ્યૂ હેડ, ડેવિડ વોર્નર, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન અગર, પૈટ કમિન્સ, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ, જોશ ઇંગ્લિસ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝામ્પા.

ભારત સામેની T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
એરોન ફિંચ (કેપ્ટન), મૈથ્યૂ વેડ, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન અગર, પૈટ કમિન્સ, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ, જોશ ઇંગ્લિસ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કૈમરુન ગ્રીન, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝામ્પા.