તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Shooter Avni Lakhera Made History By Winning Gold, Spinal Cord Was Broken In An Accident, Inspiration To Become A Shooter Found In Bindra's Biography

ટોક્યો પેરાલિમ્પિક્સમાં પ્રથમ ગોલ્ડ:શૂટર અવની લખેરાએ ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો, અકસ્માતમાં કરોડરજ્જુ તૂટી ગઈ હતી, બિન્દ્રાની બાયોગ્રાફીમાંથી મળી હતી શૂટર બનવા માટેની પ્રેરણા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2012માં થયેલા એક અકસ્માતમાં અવનીને કરોડરજ્જુમાં ગંભીર ઇજા થઈ હતી

રાજસ્થાનની અવની લખેરાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં શૂટરમાં દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જયપુરની અવની પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી પણ છે. તેણે મહિલાઓની 10 મીટર એર રાઇફલના વર્ગ SH1ની ફાઇનલમાં 209 પોઇન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 7મા સ્થાને રહીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

અવનીના પિતા પ્રવીણ લેખરાનો 2012માં જયપુરથી ધોલપુર જતી વખતે અકસ્માત થયો હતો, જેમાં અવની અને તેના પિતા ઘાયલ થયાં હતાં. થોડા સમય પછી તેના પિતા સ્વસ્થ થયા, પણ અવનીએ હોસ્પિટલમાં ત્રણ મહિના રહેવું પડ્યું હતું છતાં પણ તે કરોડરજ્જુમાં ઈજાને કારણે ઊભી થઈને ચાલી શકતી ન હતી. ત્યારથી તે વ્હીલચેર પર જ છે.

અભિનવ બિન્દ્રાની બાયોગ્રાફીમાંથી પ્રેરણા લઈને શૂટર શરૂ કર્યું
અવની થોડા દિવસો સુધી ડિપ્રેશનમાં રહી હતી. પોતે થોડા દિવસો સુધી રૂમમાં જ પુરાઈ રહી હતી. માતા-પિતાના સતત પ્રયત્નો પછી અવનીમાં આત્મવિશ્વાસ પાછો આવ્યો અને અભિનવ બિન્દ્રાની બાયોગ્રાફીમાંથી પ્રેરણા લઈને તેણે શૂટર બનવાનું શરૂ કર્યું હતું.

પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર અવની ત્રીજી મહિલા ખેલાડી છે
અવની પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ત્રીજી મહિલા શૂટર પણ છે. તેની પહેલાં દીપા મલિકે રિયોમાં સિલ્વર અને ટોક્યો પેરાલિમ્પિક્સમાં વ્હીલચેર ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ટોક્યોમાં ભારતનો પાંચમો મેડલ
જ્યારે યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં 44.38 મીટર ફેંકીને ભારત માટે ત્રીજી સિલ્વર જીત્યો છે. ટોક્યોમાં ભારતનો આ પાંચમો મેડલ છે. ભાવિનાબેન પટેલે મહિલા ટેબલ ટેનિસનો વર્ગ-4 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો. જ્યારે મેન્સ T47 હાઈ જમ્પમાં નિષાદ કુમારે 2.06 મીટરના જમ્પ સાથે વધુ એક સિલ્વર ભારતના નામે કર્યો હતો. જ્યારે ડિસ્કસ થ્રોમાં વિનોદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જોકે વિનોદ કુમારનું પરિણામ ક્વોલિફિકેશનના વિવાદને કારણે પાછળથી રોકી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...