• Home
  • Sports
  • Shoaib Akhtar requests PM Imran to lockdown the nation as Pakistanis are not taking the disease seriously

પાકિસ્તાનમાં લોકો કોરોનાવાઇરસને ગંભીરતાથી ન લેતા અખ્તરે પીએમ ઇમરાન પાસેથી સમગ્ર દેશને લોકડાઉન કરવાની માંગ કરી

શોએબ અખ્તરનો ફાઇલ ફોટો.
શોએબ અખ્તરનો ફાઇલ ફોટો.
X
શોએબ અખ્તરનો ફાઇલ ફોટો.શોએબ અખ્તરનો ફાઇલ ફોટો.

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 03:51 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાનમાં કોરોનાવાઇરસના 900થી વધુ કેસ નોંધાયા છે, તેમજ અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે. પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "આજે હું કોઈ તાત્કાલિક કામથી ઘરની બહાર નીકળ્યો હતો. મેં લોકો સાથે હાથ મિલાવ્યો ન હતો કે કોઈને ભેટ્યો પણ નહોતો. આખો સમય મારી કારની બારી બંધ હતી અને હું બની શકે એટલો વહેલો ઘરે પાછો આવ્યો હતો. પરંતુ આ દરમિયાન મેં બહાર ખૂબ જ ભયાનક વસ્તુઓ જોઈ. મેં જોયું કે, ચાર લોકોને બાઇક પર જઈ રહ્યા છે, તેઓ બિમારી ફેલાવી રહ્યા છે. લોકો ઘરની બહાર જમવા જાય છે. રેસ્ટોરન્ટ પણ હજી ચાલુ છે, તમે તેને બંધ કેમ નથી કરતા? 

અખ્તરે કહ્યું કે, પાકિસ્તાનના લોકો કોરોનાવાઇરસ જેવી જોખમી બિમારીને ગંભીરતાથી લઈ રહ્યા નથી અને તેમણે ભારતીયો પાસેથી કંઇક શીખવું જોઈએ.

તેણે ઉમેર્યું, "ભારતમાં લોકો કર્ફ્યુ લગાવી રહ્યા છે. પરંતુ, પાકિસ્તાનમાં આપણે હજી પણ ખુલ્લામાં ફરીએ છીએ. 90 ટકા કેસો સંપર્કમાં આવતા થાય છે, પરંતુ અહિયાં કોઈ ઘરે રહેવા તૈયાર નથી. આપણે શુ કરી રહ્યા છીએ? આ બહુ જોખમી છે."

અખ્તરે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન પાસે દેશભરમાં લોકડાઉનની માંગ કરી છે. તેણે કહ્યું, "હું પાકિસ્તાન સરકાર પાસેથી કડક પગલાં લેવાની અને સમગ્ર દેશને લોકડાઉન કરવાની માંગ કરું છું. શરૂઆતમાં ઇટાલીએ લોકડાઉન ન કરીને એક મોટી ભૂલ કરી હતી. દરરોજ લોકો ત્યાં મરી રહ્યા છે. હું પાકિસ્તાન સરકારને વિનંતી કરું છું. લોકોને આવશ્યક વસ્તુઓ ખરીદવાનો સમય આપીને અને પછી લોકડાઉન કરી દે. "

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી