તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Shelly Singh's Dance VIDEO Went Viral After Winning The Medal In The World Under 20 Athletics Championships

સિલ્વર મેડાલિસ્ટ શૈલી સ્વેદેશ પરત ફરી:વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા પછી વાઇરલ થયો શૈલી સિંહનો ડાન્સ VIDEO

એક મહિનો પહેલા
  • લોન્ગ જંપ ઇવેન્ટમાં શૈલી સિંહ 1 સેન્ટિમીટરથી ગોલ્ડ મેડલ ચૂકી (વર્લ્ડ અંડર-20)

વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે લોન્ગ જંપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર 17 વર્ષીય શૈલી સિંહનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં શૈલી સિંહ મન મૂકીને ડાન્સ કરતી નજરે પડી રહી છે.

સ્વદેશ પરત ફર્યા પછી ડાન્સ કર્યો
શૈલીએ 6.59 મીટરના લોન્ગ જંપ સાથે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દાખવી સિલ્વર મેડલ જીત્યો હતો. સ્વદેશ પરત ફર્યા પછી શૈલી સિંહે વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યાની ખુશીમાં મન મૂકીને ડાન્સ કર્યો હતો. શૈલીનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો શેર કર્યો હતો.

1 સેન્ટીમીટરથી ગોલ્ડ ચૂકી
શૈલી સિંહ માત્ર 1 સેમી.થી ગોલ્ડ મેડલ ચૂકી ગઈ હતી. શૈલીએ કહ્યું હતું કે 1 સેન્ટીમીટરથી ગોલ્ડ મેડલ ચૂકી જવાથી હું ઘણી નિરાશ થઈ છું, પરંતુ આ મારી પહેલી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ હતી અને સિલ્વર જીતવાને કારણે મારુ મનોબળ વધુ મક્કમ થઈ ગયું છે. આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હું ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રયત્ન કરીશ.

નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો
શૈલી સિંહે 6.59 મીટરના જંપ સાથે નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. વળી સ્વીડનની 18 વર્ષીય માઝાએ 6.60 મીટરના જંપ સાથે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. શૈલી આ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર ત્રીજી ઈન્ડિયન એથ્લીટ બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...