તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:શેફાલી અને સ્નેહ ICC પ્લેયર ઓફ ધ મંથના એવૉર્ડ માટે નોમિનેટ થયા

દુબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્નેહ રાણા - ફાઇલ તસવીર - Divya Bhaskar
સ્નેહ રાણા - ફાઇલ તસવીર
  • પુરુષ કેટેગરીમાં ન્યૂઝીલેન્ડના કોનવે, જેમિસન અને દ.આફ્રિકાના ડિ કોક નોમિનેટ

ભારતીય મહિલા બેટ્સમેન શેફાલી વર્મા અને ઓલરાઉન્ડર સ્નેહ રાણાને આઈસીસીના જૂન મહિનાની મહિલા પ્લેયર ઓફ ધ મંધ એવોર્ડ માટે નોમિનેટ કરી છે. બંને ખેલાડીઓએ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ બંને સહિત ઇંગ્લિશ સ્પિનર સોફી એક્લેસ્ટોનનું નામ પણ નોમિનેટ થયું છે. પુરુષ કેટેગરીમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવે, ફાસ્ટ બોલર કાયલ જેમિસન અને દ. આફ્રિકાના વિકેટકીપર ડિ કોકના નામ નોમિનેટ કરવામાં આવ્યા છે.

17 વર્ષની શેફાલીએ બ્રિસ્ટલ ટેસ્ટમાં 96 અને 63 રનની ઇનિંગ રમી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બની હતી. રાણાએ મેચની બીજી ઇનિંગમાં અણનમ 80 રન કરી મેચ ડ્રો કરાવી હતી. તેણે બોલિંગમાં 4 વિકેટ પણ ઝડપી હતી. તે ટેસ્ટમાં ઇંગ્લેન્ડની એક્લેસ્ટોને 8 વિકેટ ઝડપી હતી અને સૌથી સફળ બોલર બની હતી. તો કોન્વેએ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં ટેસ્ટ ડેબ્યુ કરતા બેવડી સદી ફટકારી હતી. ત્યાર બાદની બે ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી.

જેમિસન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 7 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે ભારતને હરાવી પહેલી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ પર કબ્જો કર્યો હતો. તો દ.આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ડી કોકે વેસ્ટ ઇન્ડિઝ સામે બે ટેસ્ટમાં 118.50મી એવરેજથી 237 રન કર્યા હતા. તે પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...