ફ્રાન્સના ક્લબ પેરિસ રેન્ટ જર્મેન(PSG) અને રિયાધ ઇલેવનની વચ્ચે સાઉદી અરેબિયાના પાટનગર રિયાધમાં એક ફ્રેન્ડલી મેચ રમવામાં આવી હતી. રસા-કસીની મેચ વચ્ચે PSG રિયાધ ઇલેવન વિરૂદ્ધ 4-5થી જીતી હતી. મેચમાં રિયાધ ઇલેવન તરફથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બે ગોલ માર્યા હતા. ત્યારે મેચ બાદ વિરાટ કોહલી રોનાલ્ડોના સપોર્ટમાં ઉતરી ગયા હતા. તેમણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી રોનાલ્ડોના વખાણ કર્યા હતા.
રોનાલ્ડોની રમતની પ્રશંસા કરી હતી...
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. તેમણે રોનાલ્ડોની તસવીર શેર કરીને લખ્યું હતું કે, '38 વર્ષની ઉંમરે પણ રોનાલ્ડો મોટી ટીમને પડકાર આપી રહ્યા છે. ફૂટબોલ એક્સપર્ટ્સ દરેક અઠવાડિયે તેમની ટીકા કરે છે. PSG વિરૂદ્ધ તેમના પરફોરમન્સથી તેમણે સાબિત કરી દીધું છે કે, હજી પણ તે મોટા લેવલના ખેલાડી છે.'
રોનાલ્ડોએ સાઈન કરી 200 મિલિયનની ડીલ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યૂરોપ સાઉદી અરેબિયાના ક્લબ અલ નસર સાથે 1730 કરોડ રૂપિયા(200 મિલિયન)ની ફીસ પર ક્લબ સાથે રેકોર્ડ ડીલ સાઈન કરી છે. તે આગામી અઢી સીઝન ક્લબ સાથે જોડાયેલા રહેશે. રોનાલ્ડોએ અલ નસરની એક પણ મેચ નથી રમી. ત્યારે તે 22 જાન્યુઆરીથી ક્લબમાં ડેબ્યૂ કરવાના છે.
15 વર્ષ અગાઉ શરૂ થઈ હતી રોનાલ્ડો-મેસી વચ્ચે રાઇવલરી
ફૂટબોલના બે લેજન્ડ્સ વચ્ચે 15 વર્ષ અગાઉ રાઇવલરી શરૂ થઈ હતી. ગુરુવારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સીની રાઇવલરીની મેચ અલ ફહદ સ્ટેડિયમમાં 68 હજાર ફેન્સની હાજરીમાં રમવામાં આવી હતી. સાઉદી અરેબિયાની ક્બબ અલ નસર-અલ હિલાલની સંયુક્ત ટીમના કેપ્ટન રોનાલ્ડો હતા. ફૂટબોલના જાણકાર રોલનાલ્ડો-મેસ્સીનો આ છેલ્લો મુકાબલો પણ કહી રહ્યા છે.
પહેલા વન-ડેમાં કોહલી ચાલ્યા નહોતા
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પહેલા વન-ડે મુકાબલામાં કેપ્ટન રોહિત શર્મા આઉટ થયા બાદ વિરાટ કોહલી ભારતીય ઇનિંગને વધુ આગળ નહોતા લઈ જઈ શક્યા. તે માત્ર આઠ જ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. કોહલીને સેન્ટનરે બોલ્ડ કરી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.