તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Serena Reached The Semifinals Of The US Open For The 11th Time In A Row; 2019 Runner up Medvedev Finished In The Final Four Without Losing A Single Set

US ઓપન 2020:સેરેના સતત 11મી વાર US ઓપનની સેમિફાઇનલમાં પહોંચી; 2019ના રનરઅપ મેદવેદવે એકપણ સેટ ગુમાવ્યા વિના અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું

13 દિવસ પહેલા
સેરેનાએ પિરોનકોવાને ક્વાર્ટર ફાઇનલમાં 4-6, 6-3, 6-2થી હરાવી.

વર્લ્ડ નંબર-8 અમેરિકાની સેરેના વિલિયમ્સ સતત 11મી વાર US ઓપનની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે બલ્ગેરિયાની સ્વેતલાના પિરોનકોવાને ક્વાર્ટર ફાઇનલમાં 4-6, 6-3, 6-2થી હરાવી. પિરોનકોવાની ત્રણ વર્ષમાં આ પહેલી ટૂર્નામેન્ટ હતી. બીજી તરફ, રશિયાનો ડેનિલ મેદવેદેવ પણ અંતિમ ચારમાં પહોંચી ગયો છે. તેણે રશિયાના જ આન્દ્રે રુબલેવને ક્વાર્ટર ફાઇનલમાં 7-6 (6), 6-3, 7-6(5) થી હરાવ્યો.

મેદવેદવ એકપણ સેટ ગુમાવ્યા વિના સેમિફાઇનલમાં પહોંચ્યો છે. નીલ ફ્રેઝરે 1960માં US ઓપન જીત્યા, ત્યારે તેમણે પણ એકેય સેટ હાર્યો નહોતો.

સેરેના સેમિફાઇનલમાં અઝારેન્કા સામે ટકરાશે

 • સેરેનાનો મુકાબલો સેમિફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 વિક્ટોરિયા અઝારેન્કા સામે થશે.
 • અઝારેન્કા 7 વર્ષ પછી US ઓપનની સેમિફાઇનલમાં પહોંચી છે.
 • તેણે ક્વાર્ટર ફાઇનલમાં એલિસ મેર્ટન્સને 6-1, 6-0થી હરાવી હતી.
 • સેરેના અને અઝારેન્કા વચ્ચે અત્યાર સુધીમાં 22 મુકાબલા થયા છે.
 • સેરેનાએ 18 મેચ અને અઝારેન્કા 4 મેચ જીતી છે.
 • સેરેનાએ અગાઉ 2012 અને 2013 US ઓપનની ફાઇનલમાં અઝારેન્કાને પરાજિત કરી હતી.

પિરોનકોવાની વાપસી કહે છે કે મોમ્સ મજબૂત હોય છે

 • પિરોનકોવા સામે જીત મેળવ્યા બાદ સેરેનાએ કહ્યું હતું કે, "શરૂઆતમાં હું થોડો ખેંચાણ અનુભવી રહી હતી. પરંતુ ધીરે ધીરે લય પ્રાપ્ત થઈ અને પછી મેચ પોતાના નામે કરી.
 • તેણે પિરોનકોવાની પ્રશંસા કરી, જે માતા બન્યાના ત્રણ વર્ષ પછી કોર્ટમાં પાછી ફરી.
 • સેરેનાએ કહ્યું કે પિરોનકોવા ડબ્લ્યુટીએ રેન્કિંગમાં પણ નહોતી.
 • પરંતુ જે રીતે તેણે કોર્ટમાં વાપસી કરી તે ખરેખર આશ્ચર્યજનક છે. આ બતાવે છે કે મોમ્સ કેટલી મજબૂત છે.
 • તેણે પોતાની સેમિફાઇનલ મેચ વિશે કહ્યું કે, મને બેક ટુ બેક મેચ રમવાની આદત છે.
 • આ પહેલા પણ ઘણી ટૂર્નામેન્ટોમાં આ બન્યું છે. પરંતુ મારે આગળની મેચમાં ઝડપી શરૂઆત કરવી પડશે.
 • હું લડતી રહીશ અને ક્યારેય હાર નહિ માનું.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો