વિમ્બલડન 2021:20મીવાર રમી રહેલી સેરેના ઇજાના કારણે 34 મિનિટમાં બહાર થઇ

વિમ્બલડન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકી ટેનિસ સ્ટારને હેમસ્ટ્રિંગના કારણે મેચ છોડવી પડી
  • કારકિર્દીમાં પહેલીવાર આ ગ્રાન્ડ સ્લેમના પહેલા રાઉન્ડથી આગળ જઇ ન શકી

સેરેના વિલિયમ્સ દર્દ અને આંખોમાં આંસુ સાથે વિમ્બલડનમાંથી બહાર થઇ ગઇ. સેરેનાએ બેલારુસની એલિયાક્જેન્ડ્રા સેસનોવિચ સામે પહેલા રાઉન્ડની મેચમાં આક્રમક રમત શરૂ કરી હતી. પણ ગ્રાસ કોર્ટ પર લપસી ગઇ અને તેની જમણા હેમસ્ટ્રિન્ગમાં ઇજા પહોંચી. 39 વર્ષની સેરેનાની 20મી વિમ્બલડન શરૂ થવાની 34 મિનિટમાં જ પુરી થઇ ગઇ. તે પહેલીવાર આ ગ્રાન્ડ સ્લેમના પહેલા રાઉન્ડથી આગળ વધી શકી નથી. તેણે જ્યારે મેચ છોડી ત્યારે પહેલો સેટ 3-3ની બરોબરી પર હતો.

તે મંગળવારે સેસનોવિચ સામે જ્યારે કોર્ટમાં ઉતરી ત્યારે જમણા પગમાં ઘણી ટેપ લાગેલી હતી. લગભગ તેને પહેલાથી જ કોઇ તકલીફ હોઇ શકે છે. તેમ છતાં તે સેન્ટર કોર્ટ પર બંધ છતની નીચે ઘણી સારી રમત રમતી જોવા મળી હતી. શરૂઆતમાં તેણે 3-1 થી લીડ પણ મેળવી લીધી હતી. પણ ત્યાર બાદની મેચમાં પોતાની સર્વિસમાં 15-15 નો સ્કોર બરોબરી પર હતો. ત્યારે તે લપસી પડી અને પોઇન્ટ ગુમાવી દીધો. કેટલીક સેકન્ડ માટે મેચ રોકવી પડી હતી અને તે ઘાસ પર બેસી ગઇ હતી. તેણે કોર્ટમાં ટ્રીટમેન્ટ લીધી પણ સતત ઝઝુમતી જોવા મળી હતી. ત્યાર બાદ તેણે હટવાનો નિર્ણય લીધો હતો.

આ સેન્ટર કોર્ટમાં સતત બીજી મેચ હતી જેમાં કોઇ ખેલાડીએ રિટાયર્ડ થયું હોય. સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર સામે ફ્રાન્સના એડ્રિયન મનારિનો પાંચમાં સેટમાં ઇજાગ્રસ્ત થયો હતો અને ફેડરરને વોક ઓવર મળ્યું હતું. બુધવારે 2019 યુએસ ઓપન ચેમ્પિયન બિયાંકા આંજ્રેસ્કુને ફ્રાન્સના એલિજ કાર્નેટે 6-2, 6-1 થી હરાવ્યો હતો. 5માં સીડ આંજ્રેસ્કુ સતત બીજા ગ્રાન્ડ સ્લેમમાં પહેલા રાઉન્ડમાં બહાર થઇ ગયો હતો. તો ટોપ સીડ નોવાક જોકોવિચે દ.આફ્રિકાના કેવિન એન્ડરસનને સીધા સેટ 6-3, 6-3, 6-3 થી હરાવીને ત્રીજા સેટમાં પ્રવેશ મેળવી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...