• Gujarati News
  • Sports
  • Second Loss To This Legendary Tennis Player From Spain, Minor Defeated Him For The First Time

યૂનાઇટેડ કપમાં રફેલ નડાલ ત્રણ સેટમાં હાર્યો:સ્પેનના આ લેજેન્ડરી ટેનિસ પ્લેયરની બીજી હાર, મિનૌરે તેને પહેલીવાર હરાવ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

22 વખતના ગ્રાંડ સ્લેમ ચેમ્પિયન રફેલ નડાલને નવી સિઝનમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. યૂનાઇટેડ કપમાં ઓસ્ટ્રેલિયાએ સ્પેનને 3-0થી હરાવ્યું હતું. સ્પેન પોતાના ગ્રુપમાં સૌથી નીચે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા નંબરે આવી ગઈ છે. મેન્સ સિંગલ્સમાં સ્પેને નડાલને પહેલા સેટમાં જીત મળ્યા પછી હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓને ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનૌરે ત્રણ સેટમાં 6-3, 1-6, 5-7થી હરાવ્યો હતો. બન્ને પ્લેયર્સ ચોથીવાર આમને-સામને આવ્યા હતા. મિનૌરની નડાલ સામે આ પહેલી જીત છે.

આ ટૂર્નામેન્ટની પહેલા નડાલને ઓસ્ટ્રેલિયાના કેમરૂન નોરીએ પરાજય આપ્યો હતો. આવી જ રીતે મેન્સ સિંગલ્સના બીજા મુકાબલામાં અલ્બર્ટ રામોસ વિનોલસને ઓસ્ટ્રેલિયાના જેસન કુલ્બરે ત્રણ સેટમાં 6-3, 4-6, 6-3થી હરાવ્યો હતો.

વુમન્સ સિંગલ્સમાં સ્પેનની નૂરિયા પારિજાસ ડિયાઝે ઓસ્ટ્રેલિયાની મેડિસન ઇંગ્લિસને સતત સેટમાં 6-1, 6-3થી હરાવ્યો હતો. સ્પેનની જેસિકા બૂઝસ મનેઇરોને ઓસ્ટ્રેલિયાની ઓલિવિયા ગાડેકીને 6-2, 6-2થી હાર આપી હતી. આવી જ રીતે મિક્સ્ડ મુકાબલામાં પણ ઓસ્ટ્રેલિયાને સ્પેનને સતત સેટમાં 6-2, 6-3થી હાર આપી હતી.