તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂટબોલ:સ્કોટલેન્ડ 24 વર્ષ પછી યુરો કપ માટે ક્વોલિફાય

બેલગ્રેડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્કોટલેન્ડે સર્બિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવ્યું

સ્કોટલેન્ડની ફૂટબોલ ટીમે યુરો કપ માટે ક્વોલિફાય કરી લીધું છે. સ્કોટલેન્ડે ગ્રૂપ સીની ક્વોલિફાયરમાં સર્બિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવ્યું. બેલગ્રેડના રેડ સ્ટાર સ્ટેડિયમમાં આયોજિત મેચમાં નિર્ધારિત સમય સુધી બંને ટીમ 1-1 પર હતી. સ્કોટલેન્ડ તરફથી રેયાન ક્રિસ્ટીએ 52મી અને સર્બિયા તરફી લુકા જોવિચે 90મી મિનિટમાં ગોલ કર્યો હતો. ક્રિસ્ટીએ છેલ્લી 5 મેચમાં 4 ગોલ કર્યા છે, જ્યારે તેના પહેલા 9 મેચમાં એક પણ ગોલ કરી શક્યો ન હતો. સ્કોટલેન્ડની ટીમ 24 વર્ષ પછી યુરો કપમાં રમશે. આ તેની 1998 પછી પ્રથમ મેજર ટૂર્નામેન્ટ છે. એ સમયે ટીમે વર્લ્ડ કપ રમ્યો હતો. સ્કોટલેન્ડની ટીમ 9 મેચથી અજેય છે. તેણે 6 મેચ જીતી છે અને 3 ડ્રો રમી છે. આ તેનું 90 વર્ષમાં બેસ્ટ પ્રદર્શન છે. 1930માં સ્કોટલેન્ડ સતત 11 મેચમાં અજેય રહ્યું હતું. સર્બિયાની ટીમ સળંગ ચોથી વખત યુરો કપ માટે ક્વોલિફાય કરી શકી નથી.

નોર્થ મેસાડોનિયા પ્રથમ વખત યુરો કપ રમશે
નોર્થ મેસાડોનિયા પ્રથમ વખત યુરો કપ માટે ક્વોલિફાય કર્યું છે. ટીમે ગ્રૂપ-ડીની ક્વોલિફાયરમાં જ્યોર્જિયાને 1-0થી હરાવી. સ્લોવાકિયાએ નોર્ધર્ન આયરર્લેન્ડને હરાવીને યુરો કપમાં સ્થાન મેળવ્યું છે. બેલફાસ્ટના વિન્ડસર પાર્ક સ્ટેડિયમમાં સ્લોવાકિયા માટે જુરાજ કુકાએ 17મી અને માઈકલ ડુરિસે 110મી મિનિટમાં ગોલ કર્યા હતા.

યુરોપના 12 શહેરમાં 51 મેચ રમાશે

 • યુરો કપ કે યુરોપિયન ચેમ્પિયનશિપ આવતા વર્ષે 11 જુનથી 11 જુલાઈ સુધી રમાશે. અગાઉ તે આ વર્ષે 12 જુનથી 12 જુલાઈ સુધી રમાવાની હતી.
 • કોવિડ-19 મહામારીના કારણે તેને આગળ લંબાવાઈ હતી. હવે તેની 24 ટીમની લાઈન-અપ નક્કી થઈ ગઈ છે.
 • 12 શહેરમાં 51 મેચ રમાશે. સ્ટેડિયમમાં પ્રશંસકો અંગે હજુ નિર્ણય લેવાયો નથી.

ટૂર્નામેન્ટની 24 ટીમને 6 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે

 • ગ્રૂપ-એ : ઈટાલી, સ્વિટ્ઝરલેન્ડ, તુર્કી, વેલ્સ
 • ગ્રૂપ-બી : બેલ્જિયમ, રશિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ
 • ગ્રૂપ-સી : યુક્રેન, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, નોર્થ મેસાડોનિયા
 • ગ્રૂપ-ડી : ઈંગ્લેન્ડ, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, સ્કોટલેન્ડ
 • ગ્રૂપ-ઈ : સ્પેન, પોલેન્ડ, સ્વીડન, સ્લોવાકિયા
 • ગ્રૂપ-એફ : જર્મની, ફ્રાન્સ, પોર્ટુગલ, હંગરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો