તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓલિમ્પિક એનાલિસિસ:ઓલિમ્પિકમાં સ્કોર ઓછો જ હોય છે, રેગ્યુલર સ્કોર કરે તો મેડલ આવશે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીમ ઇવેન્ટથી ગેમ્સમાં મેડલની અપેક્ષાઓ વધી

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના 15 સભ્યોની શૂટિંગ ટીમ ભાગ લઇ રહી છે. આ ઓલિમ્પિકમાં ભારતની આ રમતમાં અત્યાર સુધીની સૌથી મોટી ટીમ છે. યુવા અને અનુભવી ખેલાડીઓની સમતુલન ટીમ પાસેથી અપેક્ષા પણ વધુ છે. કારણ કે હોકી બાદ શૂટિંગ જ એક રમત છે જેમાં સતત ત્રણ ઓલિમ્પિકમાં દેશને મેડલ અપાવ્યા છે. વ્યક્તિગત કેટેગરીમાં ગોલ્ડ પણ આ રમત (અભિનવ બિંદ્રા) માંથી જીત્યો છે. આપણા 13 પિસ્તોલ-રાઇફલ અને બે શોટગન શૂટર પડકાર ફેકશે. મેડલની અપેક્ષા પિસ્તોલ અને રાઇફલ ઇવેન્ટમાં છે.

આપણા ખેલાડીઓ કોઇને પણ ટક્કર આપી શકે છે
લંડન ઓલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ વિજય કુમારનું માનવું છે કે, ‘યુવા બ્રિગેડથી વધુ અપેક્ષા છે. પિસ્તોલમાં મનુ-સૌરભ જ્યારે રાઇફલમાં દિવ્યાંશ-એલાવેનિલ દાવેદાર છે. યુવા શૂટરોએ મોટા ખેલાડીઓને હરાવીને ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો છે. હવે ટીમ ઇવેન્ટનો પણ સમાવેશ થવાથી મેડલની અપેક્ષા વધી છે. હવે એ દિવસે ખેલાડીઓએ પોતાનું બેસ્ટ આપવું પડશે. હવે આપણા ખેલાડીઓ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 3માં રહે છે. હું તો એજ કહિશ કે કોઇ પણ દેશના શૂટરોને ટક્કર આપવા અને મેડલ મેળવવાની ક્ષમતા ભારતીય ખેલાડીઓમાં છે.

ખેલાડીઓ ફોર્મમાં, તેના પર અપેક્ષાઓનું દબાણ ન નાખો
ભારતીય જુનિયર શૂટિંગ ટીમના કોચ જસપાલ રાણાએ કહ્યું, ‘ટીમ સારા ફોર્મમાં છે. જોકે આપણે વર્લ્ડ કપમાં એટલું ખાસ પ્રદર્શન નથી કરી શક્યા. પણ તેનાથી ફર્ક નથી પડતો. કારણ કે ટ્રેનિંગ સારી ચાલી રહી છે. જેમણે વર્લ્ડ કપમાં ઓછો સ્કોર કર્યો છે તે ખેલાડીઓ પણ સારો સ્કોર કરી રહ્યા છે. આપણા શૂટર્સ જે રીધમમાં ચાલી રહ્યા છે તે તેટલો પણ સ્કોર કરેને તો મેડલ આવી શકે છે. એટલે ખેલાડીઓ પોતાનો રેગ્યુલર સ્કોર પણ કરે છે તો મેડલ જીતી લેશે. કારણ કે ઓલિમ્પિકમાં સ્કોર ઓછો જ હોય છે. કારણ કે ઓલિમ્પિકની ગેમમાં પ્રેશર વધુ હોય છે. બધા જ ખેલાડીઓએ પોતાના મૂળ બેઝિકને ફોલો કરવું જોઇએ.’ મેડલની અપેક્ષા પર જસપાલ રાણાએ કહ્યું, ‘મેડલ તેના જ આવ્યા છે જેની પાસેથી કોઇ અપેક્ષા ન હતી. કારણ કે તેમના પર દબાણ ન હતું.’
પરફેક્શન માટે એક દિવસમાં 300 ફાયર કરે છે​​​​​​​
24 એપ્રિલ 2016ના રોજ મનુ ભાકરે પહેલીવાર જ્યારે પિતા પાસેથી પિસ્તોલ માંગી તો તેમનો પ્રશ્ન હતો કે બેટા, બે વર્ષ તો રમીશને. જવાબમાં મનુએ કહ્યું, પપ્પા બે નહીં એક વર્ષ. પિતાએ દીકરીને પિસ્તોલ લાવી આપી. હવે 19 વર્ષની મનુ ઓલિમ્પિકમાં મેડલની અપેક્ષા બની ગઇ છે. ક્રોએશિયામાં તૈયારી કરી રહેલ કોમનવેલ્થ, એશિયન ગેમ્સ અને વર્લ્ડકપ તો આનું મહત્ત્વનો પડાવ હતો. લક્ષ્યાંક ઓલિમ્પિક છે.’ મનુ શૂટિંગ રેન્જમાં એક દિવસમાં 300 જેટલા ફાયર કરે છે.

સંતુલન માટે હાથમાં ઈંટ લટકાવીને ટ્રેનિંગ કરતો હતો
19 વર્ષના સૌરભ ચૌધરી 13 વર્ષની ઉંમરથી જ દરરોજ પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેના માટે તેણે ઘરથી 15 કિમી દૂર જવું પડતું હતું. 2018 યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર સૌરભે પાછળવળીને જોયું નથી. સૌરભને ટાઇમ મેગેઝીને ‘એથલિટ ટુ વોચ આઉટ ફોર ઓલિમ્પિક’ ની લિસ્ટમાં જગ્યા આપી છે.
કોચ અમિત શ્યોરાણ સૌરભના હાથમાં ઈંટ લટકાવીને ટ્રેનિંગ કરાવતા હતા. જેથી તેના હાથનું સંતુલન સારી રહે. અમિત જણાવે છે કે તેની એકેડેમીની છત ટીનશેડની હતી. સૌરભ ગર્મીના દિવસોમાં 40 ડિગ્રી તાપમાનમાં પણ બપોર સુધી પ્રેક્ટિસ કરતો હતો.​​​​​​​
પિતાએ તૈયારી માટે ઘરમાં રેન્જ બનાવી
સૌરભ ખેડૂત પરિવારથી આવે છે. શૂટિંગ મોંઘી રમત છે. તેમ છતાં પરિવારે સાથ આપ્યો. દીકરા માટે 1.75 લાખની પિસ્તોલ ખરીદવા માટે પિતાએ લોન લીધી હતી. દીકરાને ટ્રાવેલિંગથી છૂટકારો આપવા માટે ઘરની પાછળના ભાગમાં ટ્રેનિંગ રેન્જ તૈયાર કરાવી, જેથી તે જ્યારે ઇચ્છે ત્યારે ટ્રેનિંગ કરી શકે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...