• Gujarati News
  • Sports
  • Score Line 0 0 In First Half, Score 3 2 By Second Half; Ronaldo Player Of The Match

રોનાલ્ડોની ટીમે રોમાંચક મેચ જીતી:પ્રથમ હાફમાં સ્કોર લાઇન 0-0, બીજા હાફ સુધીમાં સ્કોર 3-2; રોનાલ્ડો પ્લેયર ઑફ ધ મેચ

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રોનાલ્ડોની ટીમ પોર્ટુગલે ફિફા વર્લ્ડ કપ 2022માં ગુરુવારે ઘાનાને 3-2થી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં, રોનાલ્ડોએ પેનલ્ટી સ્પોટથી મેચનો પ્રથમ ગોલ કર્યો હતો. બન્ને ટીમ પહેલા હાફમાં એક પણ ગોલ કરી શકી નહોતી, પરંતુ બીજા હાફમાં 5 ગોલ જોવા મળ્યા હતા. જેમાંથી 3 ગોલ પોર્ટુગલે માર્યા હતા, તો 2 ગોલ ઘાનાએ માર્યા હતા.

પોર્ટુગલ તરફથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જોઆઓ ફેલિક્સ અને રાફેલ લીઓએ ગોલ કર્યા હતા. તો ઘાના તરફથી આન્દ્રે આયુ અને ઓસ્માન બુખારીએ ગોલ કર્યા હતા.

રોનાલ્ડોએ પેનલ્ટીમાંથી ગોલ કર્યો હતો

પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પેનલ્ટી સ્પોટ ગોલ કર્યો હતો.
પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પેનલ્ટી સ્પોટ ગોલ કર્યો હતો.

બીજા હાફની 63મી મિનિટે પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બોલ સાથે ઘાનાની ગોલ પોસ્ટ તરફ દોડ્યો હતો. ત્યારબાદ ઘાનાના ડિફેન્ડર આન્દ્રે આયુએ રોનાલ્ડોને ધક્કો માર્યો હતો. આયુના પુશના કારણે રોનાલ્ડો પેનલ્ટી બોક્સની અંદર પડી ગયો હતો. ત્યારે ઘાનાએ આ પેનલ્ટીને પડકાર્યો હતો. પરંતુ, રેફરીએ પોર્ટુગલની તરફેણમાં નિર્ણય આપીને તેમને પેનલ્ટી આપી હતી.

પોર્ટુગલના જોઆઓ ફેલિક્સ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ કર્યા બાદ ઉજવણી કરી હતી.
પોર્ટુગલના જોઆઓ ફેલિક્સ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ કર્યા બાદ ઉજવણી કરી હતી.

રોનાલ્ડોએ પેનલ્ટી ગોલ મારતા, બોલ ઘાનાના ગોલકીપરની ઉપરથી જમણા ખૂણામાં ગયો હતો. આમ, પોર્ટુગલનો મેચનો પ્રથમ ગોલ આવ્યો હતો. આ સાથે રોનાલ્ડોએ સતત 5 વર્લ્ડ કપમાં ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આવું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે.

ઘાનાના કેપ્ટન આન્દ્રે અયૂએ ટીમનો પ્રથમ ગોલ કર્યો હતો.
ઘાનાના કેપ્ટન આન્દ્રે અયૂએ ટીમનો પ્રથમ ગોલ કર્યો હતો.

ઘાના માટે કેપ્ટને પહેલો ગોલ કર્યો હતો
ઘાના માટે પહેલો ગોલ ઘાનાના કેપ્ટન આન્દ્રે અયૂએ કર્યો હતો. તેણે 73મી મિનિટે ગોલ કર્યો હતો. ઘાનાનો કુદુસ આગળ દોડ્યો હતો અને પોર્ટુગીઝ ડિફેન્સને કાપીને અને આયુને ક્રોસ પાસ કર્યો હતો. આનો ફાયદો ઉઠાવીને અયૂએ ગોલ કર્યો હતો.

પોર્ટુગલ માટે જોઆઓ ફેલિક્સે 78મી મિનિટે બીજો ગોલ કર્યો હતો.
પોર્ટુગલ માટે જોઆઓ ફેલિક્સે 78મી મિનિટે બીજો ગોલ કર્યો હતો.

પોર્ટુગલનો બીજો ગોલ 78મી મિનિટે આવ્યો હતો
રોનાલ્ડોના ગોલ બાદ ઘાનાના કેપ્ટન આન્દ્રે અયૂએ 73મી મિનિટે ગોલ કર્યો હતો. સ્કોર લાઇન 1-1ની બરાબરી પર આવી ગયો હતો. જ્યારે પોર્ટુગલના જોઆઓ ફેલિક્સે 78મી મિનિટે સાથી ખેલાડીના ક્રોસ પાસ પર બીજો ગોલ કર્યો હતો.

પોર્ટુગલ માટે રાફેલ લીઓએ 80મી મિનિટે ત્રીજો ગોલ કર્યો હતો.
પોર્ટુગલ માટે રાફેલ લીઓએ 80મી મિનિટે ત્રીજો ગોલ કર્યો હતો.

પોર્ટુગલનો ત્રીજો ગોલ 80મી મિનિટે આવ્યો હતો
78મી મિનિટે સ્કોર લાઇન 2-1 થઈ ગયા બાદ પણ પોર્ટુગીઝ ટીમે વર્ચસ્વ જમાવવાનું શરૂ કર્યું હતું. તેઓએ સતત એટેકિંગ ગેમની રણનીતિ અપનાવી હતી અને 80મી મિનિટમાં 15 નંબરની જર્સી પહેરેલા પોર્ટુગલના રાફેલ લીઓએ ત્રીજો ગોલ કર્યો હતો. તેના ગોલ બાદ સ્કોર લાઇન 3-1 થઈ ગઈ હતી. પોર્ટુગલે મેચની છેલ્લી 10 મિનિટમાં બચાવ કરવાની રણનીતિ અપનાવી હતી. તેણે રોનાલ્ડો સહિત તેના ત્રણેય ફોરવર્ડ ખેલાડીઓને બદલીને બહાર મોકલી દીધા હતા.

ઘાનાના ઓસ્માન બુખારીએ 89મી મિનિટે હેડરથી ગોલ કર્યો હતો.
ઘાનાના ઓસ્માન બુખારીએ 89મી મિનિટે હેડરથી ગોલ કર્યો હતો.

ઘાનાનો બીજો ગોલ 89મી મિનિટે આવ્યો હતો
પોર્ટુગલની તરફેણમાં સ્કોર લાઇન 3-1 થયા પછી ઘાનાએ એટેકિંગ ગેમની શરૂઆત કરી હતી. આ એટેકના કારણે ઉસ્માન બુખારીએ ઘાના માટે બીજો ગોલ કર્યો હતો. 89મી મિનિટે એક ક્રોસ પાસ પર તેણે શાનદાર હેડરથી ગોલ કર્યો હતો.

બુખારીના ગોલ બાદ સ્કોર લાઇન 3-2 થઈ ગઈ હતી. 90 મિનિટ પૂર્ણ થયા પછી 9 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આ સમયે પણ બન્ને ટીમ ગોલ કરી શકી નહોતી. આમ મેચ પોર્ટુગલ 3-2થી જીતી ગઈ હતી.

ઘાનાનો ઓસ્માન બુખારી ગોલ કર્યા બાદ રોનાલ્ડોની સ્ટાઈલમાં ઉજવણી કરી રહી હતી.
ઘાનાનો ઓસ્માન બુખારી ગોલ કર્યા બાદ રોનાલ્ડોની સ્ટાઈલમાં ઉજવણી કરી રહી હતી.

રોનાલ્ડોએ પહેલા હાફમાં એક તક ગુમાવી હતી
પહેલા હાફમાં પોર્ટુગીઝ ટીમે સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું. તેઓએ મોટાભાગે બોલ પોતાની પાસે રાખતા હતા. આ દરમિયાન રોનાલ્ડોને બે વખત ગોલ કરવાની તક મળી હતી. પરંતુ, ઘાનાના ડિફેન્સ સામે તે ગોલને કન્વર્ટ કરી શક્યા નહોતો. તેને 38મી મિનિટે બીજી તક મળી હતી. પરંતુ ત્યારે પણ તે ગોલ ફટકારી શક્યો નહોતો.

પોર્ટુગલ અને ઘાનાની સ્ટાર્ટિંગ ઇલેવન

પોર્ટુગલ: ડિઓગો કોસ્ટા (ગોલકીપર), રુબેન ડાયસ, રાફેલ ગુરેરો, ડેનિલો, જોઆઓ કેન્સેલો, બ્રુનો ફર્નાન્ડિસ, બર્નાર્ડો સિલ્વા, રુબેન નેવેસ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (કેપ્ટન), જોઆઓ ફેલિક્સ અને ઓટાવિયો.

ઘાના: લોરેન્સ આટી (ગોલકીપર), મોહમ્મદ સલિસુ, ડેનિયલ અમર્ટે, એલેક્ઝાન્ડર ગીકુ, થોમસ પાર્ટે, આન્દ્રે અયૂ (કેપ્ટન), અબ્દુલ રહેમાન બાબા, કુદુસ મોહમ્મદ, સલિસ અબ્દુલ સમેદ, સેદુ એલિદુ અને ઈનાકી વિલિયમ્સ.