શૂટિંગ વર્લ્ડકપ / સૌરભે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો, રાહીએ ગોલ્ડ જીતીને ઓલિમ્પિક કોટા મેળવ્યો

Saurabh won gold with world record, Rahi won the Olympic Kota by winning gold

  • ભારતીય શૂટરે 246.3 પોઇન્ટ સાથે પોતાનો જ 3 મહિના જૂનો રેકોર્ડ તોડ્યો, ત્યારે 245 પોઇન્ટ મેળવ્યા હતા 
  • 17 વર્ષીય સૌરભનો આ બીજો વર્લ્ડકપ ગોલ્ડ મેડલ છે, આ પહેલા ફેબ્રુઆરીમાં પણ ગોલ્ડ જીત્યો હતો

divyabhaskar.com

May 28, 2019, 12:01 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: શૂટિંગ વર્લ્ડ કપમાં સતત બીજા દિવસે ભારતને ગોલ્ડ મળ્યો હતો. સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્તલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. આ તેનો વર્ષનો બીજો વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ છે. 17 વર્ષના સૌરભે 246.3નો સ્કોર કરી પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા તેણે ફેબ્રુઆરીમાં દિલ્હી વર્લ્ડ કપમાં પણ વર્લ્ડ રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે પોતાનો જ જુનિયર વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. તેનો જૂનિયર રેકોર્ડ 245.5નો હતો. રશિયાના અર્ટેમ ચેરનુસોવે સિલ્વર અને ચીનના વેઈ પેંગે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત બે ગોલ્ડ સાથે મેડલ ટેલીમાં ટોપ પર ચાલી રહ્યું છે.

ભારતીય શૂટર રાહી સરનોબતે મહિલાઓની 25 મીટર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે આ કેટેગરીમાં ઓલિમ્પિક કોટા પણ મેળવી લીધો છે. રાહી ઓલિમ્પિક કોટા મેળવનાર છઠી ભારતીય છે. તેની પહેલા અપૂર્વી ચંડેલા, સૌરભ ચૌધરી, અભિષેક વર્મા અને દિવ્યાંશ પવાર કોટા મેળવી ચૂક્યા છે.

X
Saurabh won gold with world record, Rahi won the Olympic Kota by winning gold
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી