તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Sonam Defeats Sakshi Malik In 62 Kg Weight Category, Wins Women's National Wrestling Championship Title

સોનમ રેસલિંગની નવી નેશનલ ચેમ્પિયન:સોનમે ઓલમ્પિક બ્રોન્ઝ મેડાલિસ્ટ સાક્ષી મલિકને ત્રીજી વખત હરાવી; જે હાથે લકવો હતો, તેનાથી જ પછાડી

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હરિયાણાની 18 વર્ષીય સોનમ મલિકે 2016માં ઓલમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ સાક્ષી મલિકને હરાવીને નેશનલ રેસલિંગ ચેમ્પિયનશીપ જીતી લીધી. તેમણે સાક્ષીને 62 કિગ્રા કેટેગરીમાં 7-5થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. સોનમની સાક્ષી પર આ સતત ત્રીજી જીત છે. તેમણે 2020માં એશિયન ચેમ્પિયનશીપ અને એશિયન ઓલમ્પિક ક્વોલિફાયરમાં પણ સાક્ષીને પછાડી હતી.

રિંગના નવા સ્ટારની 3 ખાસિયતો
1. જે હાથે લકવો હતો, એ હાથે જ સાક્ષીને હરાવી

સોનમને ભારતીય રેસલિંગનો નવો સ્ટાર ગણવામાં આવી રહ્યો છે. તેમણે સાક્ષીને પોતાના રાઈટ આર્મ લોકના દમ પર હરાવી. સોનમનો જમણો હાથ બે વર્ષ પહેલા લકવાગ્રસ્ત થયો હતો. આ જમણા હાથના કારણે જ એક સમયે તેમની કારકિર્દી શરૂ થતા પહેલા જ દાવ પર લાગી ગઈ હતી.

સોનમના પિતા રાજે જણાવ્યું કે, 2017માં વર્લ્ડ ચેમ્પિયનશીપ જીત્યા પછી સોનમને જમણા હાથમાં તકલીફ થઈ. પહેલા તો કોચે વિચાર્યું કે આ સામાન્ય ઈજા છે અને તમામ દેશી પદ્ધતિ અપનાવી. દુખાવા સાથે સોનમે ઘરેલુ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું. 2018માં સ્ટેટ ચેમ્પિયનશીપ દરમિયાન તેમના હાથમાં લકવો થયો અને પછી ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડવી પડી.

2. ડોક્ટર્સે રેસલિંગ છોડવાની વાત કહી, પણ સોનમે હાર ન માની
કોચે કહ્યું કે, સોનમ 6 મહિના બેડ રેસ્ટ પર હતી. તે પોતાનો હાથ પણ ઉઠાવી નહોતી શકતી. ડોક્ટર્સે પણ હાર સ્વીકારી લીધી હતી અને કહ્યું હતું કે, સોનમે રેસલિંગનું સપનું છોડવું પડશે.પરંતુ સોનમ અને તેમના પિતાએ હાર ન માની. પૈસાની અછતના કારણે સોનમના પિતાએ તેમની સારવાર આયુર્વેદ પાસે કરાવી. દવાની અસર થઈને સોનમને સારું થઈ ગયું

3. ઠીક થયા પછી રિંગમાં પાછી ફરી અને ઈતિહાસ રચ્યો
સોનમે વાપસી કરી અને 2019માં બીજી વખત વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ પહેલા તે 2017માં પણ આ ચેમ્પિયનશીપ જીતી ચૂકી છે. સોનમ બે વખત આ ખિતાબ જીતનાર પહેલી મહિલા રેસલર છે. તેમના પહેલા માત્ર સુશીલ કુમાર જ બે વાર આ ખિતાબ જીતી શક્યા છે.

નેશનલ ચેમ્પિયનશિપનું પરિણામ​​​​​

વેઈટ કેટેગરીવિજેતાકોને હરાવ્યાબ્રોન્ઝ મેડલ
50 કિગ્રામીનાક્ષી(હરિયાણા)હેન્નીકુમાર(હરિયાણા)પુષ્પા(મધ્યપ્રદેશ) અને મનીષા(હરિયાણા)
57 કિગ્રાઅંશું(હરિયાણા)લલિત(રેલવે)માનસી(હરિયાણા)અને રમણ યાદવ(મધ્યપ્રદેશ)
55 કિગ્રાઅંજૂ(હરિયાણા)બંટી(દિલ્હી)ઈન્દુ તોમર(ઉત્તરપ્રદેશ)અને સુષમા શોકિન(દિલ્હી)
72 કિગ્રાપિંક(રેલવે)નૈના(હરિયાણા)પ્રિયંકા(ઉત્તરપ્રદેશ) અને કવિતા(રેલવે)
અન્ય સમાચારો પણ છે...