BJP નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI) પર હુમલો કર્યો છે. તેમણે IPL 2022ની ફાઈનલમાં ફિક્સિંગ થયું હોવાનો આરોપ લગાવ્યો છે.
સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર લખ્યું- ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનવું છે કે IPLના રિઝલ્ટમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું. એના માટે તપાસની જરૂરિયાત છે અને એ માટે જાહેરહિતની અરજી કરવાની જરૂરિયાત છે.
સોશિયલ મીડિયા યુઝર્સના નિશાન પર સંજુ સેમસન
સુબ્રહ્મણ્યમ સ્વામીની આ પોસ્ટે નવી ચર્ચા શરૂ કરી દીધી છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ BCCI અને રાજસ્થાન રોયલ્સને સવાલ પૂછી રહ્યા છે. એક યુઝરે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ટેગ કરીને લખ્યું કે સવાલ એ છે કે સંજુ સેમસને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય શા માટે કર્યો?
ગુજરાતે ફાઈનલ 7 વિકેટથી જીતી હતી
IPL 2022ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સે મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ટ્રોફીને પોતાના નામે કરી લીધી હતી. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બોટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટને પ્રાપ્ત કર્યો હતો.
આ જીત પછી ગુજરાત પર BCCI તરફથી સારીએવી ધનવર્ષા કરવામાં હતી અને તેને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાના પ્રાઈઝ મની મળ્યા હતા. રનર-અપ રાજસ્થાનને 12.5 કરોડ રૂપિયા મળ્યા. ત્રીજા નંબર પર રહેલી બેંગલોરને 7 કરોડ અને ચોથા નંબરે રહેલી લખનઉને 6.5 કરોડ રૂપિયાની કેશ પ્રાઈઝ મળ્યું.
ચહલને પર્પલ તો બટલરને ઓરેન્જ કેમ્પ
સૌથી વધુ વિકેટ લેનાર રાજસ્થાનના યુજવેન્દ્ર ચહલને પર્પલ કેપની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. ચહલે સીઝનમાં સૌથી વધુ 27 વિકેટ લીધી, જ્યારે સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર રાજસ્થાનના બેટ્સમેન બટલરને ઓરેન્જ કેપની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. બટલરે 17 મેચમાં 863 રન બનાવ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.