તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિમ્બલડન 2021:સબાલેન્કા અને જેબુર પહેલીવાર ક્વાર્ટર ફાઈનલમાં

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતેઓ બેરેટિની ક્વાર્ટર ફાઇનલમાં પહોંયનાર 5મી ઇટાલિયન ખેલાડી બની

બેલારુસની ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કા અને ટ્યુનીશિયાની ઓસ જેબુર વિમ્બલડનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. બંને ખેલાડી પહેલીવાર ગ્રાસ કોર્ટ ગ્રાન્ડ સ્લેમના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. સબાલેન્કાનું આ પહેલુ ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઇનલ છે. બીજી સીડ સબાલેન્કાએ કજાખસ્તાનની એલિના રાયબકિનાને 6-3, 4-6, 6-3 થી હરાવી હતી. સબાલેન્કાએ રાયબકિનાને એક કલાક 49 મિનિટમાં હરાવી હતી. 23 વર્ષની સબાલેન્કા 15મી વાર ગ્રાન્ડ સ્લેમ રમી રહી છે. તેનો સામનો 26 વર્ષની જેબુર સામે થશે. જેબુરે 2020ની ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ઇગા સ્વાતેકને 5-7, 6-1, 6-1 થી માત આપી હતી. 21મી સીડ જેબુરે સાતમી સીડ સ્વાતેકને 1 કલાક 41 મિનિટમાં હરાવી હતી. જેબુર 18મી વાર ગ્રાન્ડ સ્લેમમાં રમી રહી છે.

25 વર્ષના બેરેટિનીએ આ વર્ષે ગ્રાસ કોર્ટમાં સતત નવમી જીત મેળવી
ઇટલીના માતેઓ બેરેટિનીએ બેલારૂસના ઇલ્યા ઇવાશ્કાને 6-4, 6-3, 6-1 થી હરાવી સતત બીજા ગ્રાન્ડ સ્લેમના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. 25 વર્ષના બેરેટિની ફ્રેન્ચ ઓપનના અંતિમ 8 માં પણ પહોંચ્યો હતો. તે વિમ્બલડનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર 5મો ઇટાલિયન ખેલાડી છે. તેણએ આ વર્ષે ગ્રાસ કોર્ટમાં સતત 9 મેચ જીતી છે. તે 2021માં આ કોર્ટમાં હાર્યો નથી. તેનો સામનો જર્મનીના જ્વેરેવ અને કેનેડાના ફેલિક્સ ઓગર એલિયાસિમે વચ્ચેની મેચમાં વિજેતા સામે થશે.

અન્ય સમાચારો પણ છે...