• Gujarati News
  • Sports
  • Russia Attack Kills 2 Ukrainian Footballers, 21 year old Vitaly Jung Martyred

ફૂટબોલજગતમાં જંગની અસર:રશિયાના હુમલામાં યુક્રેનના 2 ફૂટબોલરનાં મોત, 21 વર્ષીય વિતાલી જંગ લડતાં શહીદ

5 મહિનો પહેલા

રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન ફૂટબોલજગતમાં શોક છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રશિયાના હુમલામાં યુક્રેનના 2 ફૂટબોલર મૃત્યુ પામ્યા છે, જેમાં 21 વર્ષીય વિતાલી, એક યુવા ખેલાડી હતો, જે કર્પાટી લિવ્સથી સંબંધ ધરાવતો હતો. શુક્રવારે ફૂટબોલ ટીમે તેના મોતના સમચાર બહાર પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે વિતાલી ટેન્ક કમાન્ડર તરીકે યુક્રેનની આર્મીમાં જોડાયો હતો. તેને યુક્રેન પર રશિયાના હુમલા પછી આ જવાબદારી સોંપવામાં આવી હતી. વળી, રશિયન સેનાના બોમ્બવિસ્ફોટમાં ડેમિત્રો માર્ટનેનકોનું મૃત્યુ થઈ ગયું છે. રશિયાનો એક બોમ્બ સીધો ડેમિત્રોના ઘર પર જ પડ્યો હતો જેમાં તેણે જીવ ગુમાવ્યો હતો. તે ફૂટબોલ ક્લબ ગોસ્ટમોલ માટે રમતો હતો.

ફૂટબોલ ખેલાડીઓના સંગઠન ફિફપ્રોએ બંને ખેલાડીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે અમને આ સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું છે. અમે આ કપરા સમયમાં બંને ફૂટબોલરના પરિવાર, મિત્રોની સાથે છીએ.

મેલિશેવ રશિયન આર્મી સામે જંગમાં મૃત્યુ પામ્યો
યુવા સ્કીઅર યેવજેની મેલિશેવ પણ રશિયન સૈનિકો સાથેની લડાઈમાં માર્યો ગયો છે. તે યુક્રેનિયન આર્મીનો ભાગ હતો અને એકસાથે જંગમાં રશિયન સૈન્યને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 20 વર્ષીય મેલિશેવ યુક્રેનની જુનિયર ટીમનો ભાગ હતો. તેણે દેશની સેનામાં સેવા આપવા માટે બે વર્ષ પહેલાં અસ્થાયી ધોરણે સ્કિઇંગ છોડી દીધી હતી. યુક્રેનના બાયથલોન ફેડરેશને તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

યુદ્ધમાં અનેક યુવાનોનાં મોત
યુક્રેનમાં રશિયન સેનાના હુમલા પછી અનેક યુવાનોનાં મોત થયાં છે. આ ઘટના ફરી એકવાર શીખ આપે છે કે યુદ્ધની અસર કોઈપણ દેશ પર કે સામાન્ય લોકોના જીવન પર શું પડે છે. યુક્રેન પર રશિયન સેનાના હુમલા બાદ મોટી સંખ્યામાં લોકો પોતાના દેશની રક્ષા માટે સેનામાં જોડાઈ રહ્યા છે. વિવિધ ગેમના ખેલાડીઓ હવે તેમના દેશના સંરક્ષણ માટે લડી રહ્યા છે. યુક્રેનિયન નાગરિકોએ શસ્ત્રો ઉપાડ્યા છે અને પોતાનો બચાવ કરવા તૈયાર છે.

હેવીવેઇટ બોક્સર વ્લાદિમિર ક્લિટ્સ્કો અને તેનો ભાઈ વિટાલી પણ યુક્રેનની સેનામાં જોડાયા છે. 34 વર્ષીય બોક્સર વૈસી લોમાચેન્કો પણ સેનામાં જોડાઈ ગઈ છે. આર્મી યુનિફોર્મમાં પોતાનો ફોટો શેર કરીને તેણે રશિયન સેનાને ચેતવણી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...