• Gujarati News
  • Sports
  • Runs Past Opposition Player, Then Falls, Doesn't Get Up, Father Buried With Winning Trophy

મેચ દરમિયાન કબડ્ડી ખેલાડીનું મોત:હરીફ ખેલાડીને  સ્પર્શ કરીને ભાગ્યો અને ત્યારબાદ ઉઠ્યો જ નહીં, પિતાએ જીતેલી ટ્રોફીની સાથે જ દફનાવ્યો

14 દિવસ પહેલા
  • મૃતકની બૉડી સાથે ટ્રૉફીને પણ દફનાવાઈ

તામિલનાડુના પનરૂતી પાસે આવેલા મણદિકુપ્પમ ગામમાં એક કબડ્ડી ખેલાડીનું મેચ દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતુ. આ ઘટના રવિવારે ડિસ્ટ્રિક્ટ લેવલના મેચ દરમિયાન બની હતી. પરંતુ વિગતો મંગળવારે બહાર આવી હતી.

મેચ દરમિયાન જ્યારે ખેલાડી વિમલરાજની રેડ કરવાનો વારો આવ્યો હતો, ત્યારે તે વિપક્ષની ટીમની સામે પોઇન્ટ મેળવવા ગયો હતો. આ દરમિયાન વિપક્ષી ખેલાડીઓએ વિમલને ઘેરી લીધો હતો. એક ખેલાડીનો પગ વિમલની છાતી પર વાગ્યો હતો. પરંતુ તેણે 2 પોઇન્ટ લઈ લીધા હતા. જોકે, ત્યારબાદ વિમલ ત્યાં જ પડી ગયો હતો અને ફરી ઊઠી શક્યો નહતો. તેના સાથી ખેલાડીઓ તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

એવુ માનવામાં આવી રહ્યુ છે કે 22 વર્ષના વિમલરાજનું મોત હાર્ટ એટેકથી થયું છે.
એવુ માનવામાં આવી રહ્યુ છે કે 22 વર્ષના વિમલરાજનું મોત હાર્ટ એટેકથી થયું છે.

પોલીસે મૃતકના બૉડીને પોસ્ટમૉર્ટમ અર્થે મોકલ્યો છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે વિમલનું મોત હાર્ટએટેકના કારણે થયુ છે. જોકે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના પછી તે વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. ખેલાડીઓ અને પરિવારજનોની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ છે. વિમલનો કબડ્ડી રમતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

વિમલનું મેદાન પર પડ્યા પછી વિપક્ષી ટીમના એક ખેલાડીનો પગ તેના છાતી પર વાગ્યો હતો.
વિમલનું મેદાન પર પડ્યા પછી વિપક્ષી ટીમના એક ખેલાડીનો પગ તેના છાતી પર વાગ્યો હતો.

મૃતકની બૉડી સાથે ટ્રૉફીને પણ દફનાવાઈ
વિમલના મોત પછી તેના ઘરવાળાનો એક વીડિયો પણ વાઈરલ થયો છે, જેમાં વિમલની બૉડીની સાથે તેણે જીતેલી ટ્રૉફીને પણ તેના પિતા દફનાવતા દેખાઈ રહ્યા છે.