તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Ronaldo's Impact: United Players More Health Conscious, No One Ate Dinner After Seeing His Healthy Plate

ભાસ્કર ખાસ:રોનાલ્ડોની અસર : યુનાઈટેડના ખેલાડી આરોગ્ય અંગે વધુ જાગૃત, તેની હેલ્ધી પ્લેટ જોઈને કોઈએ ડિનરમાં ગળ્યું ખાધું નહીં

માન્ચેસ્ટર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનાઈટેડ તરફથી પ્રથમ મેચમાં જ રોનાલ્ડોના બે ગોલ, દુનિયાનો સૌથી ફિટ ખેલાડી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ક્લબમાં પાછા આવતાની સાથે જ માન્ચેસ્ટર યુનાઈટેડના મેન્યુમાંથી મિઠાઈ અને ગળી વસ્તુઓને દૂર કરી દેવાઈ છે. પોર્ટુગલના સ્ટાર રોનાલ્ડોએ શનિવારે ઓલ્ડ ટ્રેફર્ડ પર ન્યુકેસલ યુનાઈટેડ સામે પ્રથમ મેચમાં જ બે ગોલ કરીને ટીમને 4-1થી જીતાડી છે. ગોલકીપર લી ગ્રાન્ડે ખુલાસો કર્યો કે, ટીમના એક પણ ખેલાડીએ શુક્રવારની રાત્રે ડિનર પછી ગળ્યું ખાધું નથી.

ખેલાડી હવે ફિટનેસ બાબતે વધુ જાગૃત અને ચિંતિત થઈ ગયા છે. તેમણે કહ્યું કે, ‘રોનાલ્ડોના આગમનનું એક ઉદાહરણ જણાવું છું. સામાન્ય રીતે ડિનર પછી ખેલાડી ચીટ ફૂડ તરીકે ગળ્યું ખાય છે. જેમાં એપલ ક્રમ્બલ, કસ્ટર્ડ, બ્રાઉની, ક્રીમ જેવી વસ્તુઓ હોય છે.

જોકે, એક પણ ખેલાડીએ તેને હાથ લગાવ્યો નથી.’ ખેલાડીઓ રોનાલ્ડોની પ્લેટ અંગે પુછ્યું ત્યારે મેં તેમને કહ્યું કે, ‘તેની પ્લેટ સૌથી હેલ્ધી હોય છે. તે અનેક વસ્તુ ખાય છે, પરંતુ થોડા-થોડા પ્રમાણમાં. જેમકે, કીનો, એવોકાડો, બાફેલા ઈંડા વગેરે. તેની ફિટનેસ જબરદસ્ત છે. તે દુનિયાના સૌથી ફિટ ખેલાડીમાં સામેલ છે.’

રોનાલ્ડો દિવસમાં 6 મીલ લે છે, સપ્તાહમાં 5 દિવસ જિમ

ડાયેટ |બ્રેકફાસ્ટ: ચીઝ અને હેમ, લો-ફેટ યોગર્ટ. બ્રન્ચ : ચિકન અને સલાડ. લંચ : ટૂના, ઓલિવ્ઝ, ઈંડા અને ટામેટા. સ્નેક્સ : ફળ, ટોસ્ટ અને એવોકાડો. સપર : સ્વાર્ડફિડ અને સલાડ. ડિનર : સ્ટીક અને કેલેમરી

વર્કઆઉટ : સપ્તાહમાં 5 દિવસ જિમ. જેમાં 25-30 મિનિટ કાર્ડિયો, હાઈ-ઈન્ટેન્સિટી સ્પ્રિન્ટિંગ અને વેઈટ ટ્રેનિંગ. દરરોજ 4-5 કલાક વર્કઆઉટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...