તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Ronaldo Gifted Himself Worth Rs 75 Crore, Now Owns Cars Worth Over Rs 164 Crore

રોનાલ્ડો પાસે સૌથી મોંઘી બુગાતી કાર:75 કરોડ રૂપિયા કિંમતની બુગાતી રોનાલ્ડોએ પોતાને ગિફ્ટ કરી, તેની પાસે હવે કુલ 164 કરોડ રૂપિયાથી વધુ કિંમતની કાર્સ છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોર્ટુગલના ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ દુનિયાની સૌથી મોંઘી કાર બુગાટી લા વોચર નોયર ખરીદીને પોતાને ભેટ આપી છે. આ કારની કિંમત 8.5 મિલિયન ડોલર (લગભગ 75 કરોડ રૂપિયા) છે. રોનાલ્ડો પાસે હવે 164 કરોડ રૂપિયાથી વધુની કાર્સ છે.

રોનાલ્ડો ઇટાલીના ફૂટબોલ ક્લબ યુવેન્ટસ તરફથી રમે છે. તાજેતરમાં જ તેણે 9મી વખત ઇટાલિયન ટૂર્નામેન્ટ સીરી-એ જીતી છે. આ સિઝનમાં, તેણે ટીમ માટે 31 મેચોમાં સૌથી વધુ 32 ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ કારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું - શું જોવું, તમે પસંદ કરો.

કારની સ્પીડ 380 કિમી/કલાક

  • બુગાતી લા વોચર નોયરમાં 8 લીટરનું ક્વોડ ટર્બોચાર્જડ ડબ્લ્યુ 16 એન્જીન છે. આ કાર માત્ર 2.4 સેકન્ડમાં 60 કિમી/કલાકની ઝડપ પકડી લે છે. તેની સ્પીડ 380 કિમી/કલાક છે.

ભારતમાં પંડ્યા ભાઈઓ પાસે સૌથી મોંઘી કાર

  • બુગાતી લા વોચર નોયરની ભારતમાં કિંમત 87.6 કરોડ રૂપિયા છે. જ્યારે ઓન રોડ કિંમત 133 કરોડ સુધી પહોંચી જાય છે.
  • ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો હાર્દિક અને કૃણાલ પંડ્યા સૌથી આગળ છે. તેમની પાસે 3.73 કરોડની લેમ્બોર્ગિની હુરાકન છે.
  • તે પછી યુવરાજ સિંહ છે, જેની પાસે 3.6 કરોડની લેમ્બોર્ગિની મુર્સિલાગો કાર છે.