ફૂટબોલના બે લેજેન્ડ્સની વચ્ચે 15 વર્ષની રાઇવલરીનઓ અંત આવી ગયો છે. ગુરુવારે રાત્રે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સીની રાઇવલરીની મેચ અલ ફહદ સ્ટેડિયમમાં 68 હજાર ફેન્સની વચ્ચે રમાઈ ગઈ હતી. સાઉદી અરેબિયાના ક્લબ અલ નસર-અલ હિલાલની સંયુક્ત ટીમ, જેના કેપ્ટન રોનાલ્ડો હતો અને મેસ્સીની ક્લબ PSG વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ ગઈ હતી. ફૂટબોલના એક્સપર્ટ્સ આ મેચને રોનાલ્ડો અને મેસ્સી વચ્ચેની છેલ્લી મેચ ગણાવી રહ્યા છે.
23 એપ્રિલ, 2008એ બન્ને વચ્ચે પહેલીવાર આમને-સામને રમ્યા હતા, ત્યારે આ બન્ને પ્લેયર્સને રાઇઝીંગ સ્ટાર્સ ગણાવવામાં આવતા હતા. ત્યારે લિયોનેલ મેસ્સી બાર્સેલોના અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી રમતા હતા. લાંબા સમયથી ચાલી આવેલી આ રાઇવલરીમાં મેસ્સીએ 16 મેચ, જ્યારે રોનાલ્ડોએ 9 મેચ જીતી છે. તો 9 મેચ ડ્રો રહી છે. આ રાઇવલરીમાં મેસ્સીએ પહેલો ગોલ કર્યો હતો. આ ગોલ ચેમ્પિયન્સ લીગવી ફાઈનલમાં માર્યો હતો, જેના મદદથી બાર્સેલોના જીતી હતી. રોનાલ્ડોએ પોતાનો પહેલો ગોલ 2011માં રિયલ મેડ્રિડ તરફથી રમતા કર્યો હતો.
રોનાલ્ડો અને મેસ્સીએ 36 મેચ રમી, તેમાં મેસ્સીએ સૌથી વધુ ગોલ કર્યા
મેસ્સી અને રોનાલ્ડોએ એકબીજા સામે કુલ 36 મેચ રમી છે. આ દરમિયાન મેસ્સીએ 22 ગોલ. જ્યારે રોનાલ્ડોએ 31 ગોલ કર્યા છે. બાર્સેલોનાની સામે રમતા મેસ્સીએ 4 વખત UEFA કપ જીત્યો છે. રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ તરફથી રમતા 4 વખત UEFA કપ જીત્યો છે. તો એકવાર માન્ચેસ્ટર યુનાઇટેડની સાથે રમતા આ ટાઇટલ જીત્યું છે. રોનાલ્ડો ચેમ્પિયન્સ લીગમાં સૌથી વધુ 140 ગોલ કરનાર ખેલાડી છે. મેસ્સી આ લિસ્ટમાં બીજા સ્થાને છે. તેણે 129 ગોલ કર્યા છે. મેસ્સીએ બાર્સેલાનો તરફથી રમતા 4 વર્ષ સતત ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત અવોર્ડ બેલોન ડી'ઓર જીત્યો છે. તે પણ એક રેકોર્ડ છે.
મેસ્સી દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી
ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે, મેસ્સી 1080 કરોડ રૂપિયા સાથે દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર પ્લેયર છે. તેની ઑફ ફિલ્ડ કમાણી 447 કરોડ રૂપિયા છે. મેસ્સી દુનિયાના મોટા બ્રાન્ડ્સ સાથે જોડાયેલો છે. એડિડાસ, પેપ્સી, ગેટોરેડના તે બ્રાન્ડ એમ્બેસેડર છે. બીજી તરફ, રોનાલ્ડો ફોર્બ્સની લિસ્ટમાં ત્રીજા નંબરે છે અને સૌથી વધુ કમાણી કરનાર બીજા ફૂટબોલર છે. રોનાલ્ડો વર્ષે 935 કરોડની કમાણી કરે છે. 488 કરોડ રૂપિયા ઓ ફિલ્ડ અને 477 કરોડ ઑફ ફિલ્ડ કમાઈ છે. રોનાલ્ડો નાઇકી અને કોકો-કોલા જેવી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ વર્ષે રોનાલ્ડો અલ નસરમાં 1761 કરોડ રૂપિયાની ફિસ લેશે, જે એક રેકોર્ડ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.